________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પ્રમાણે કરવાં અને એવા બે બે દોષવાળા તાવના ઉપાય અમે એકઠા લખીએ છીએ, છતાં તે ઉપાય લખાઈ રહ્યા પછી તેની ચેજના અમારા અનુભવ પ્રમાણે લખીશું.
સુધાસાગર રસ -સૂંઠ, મરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં, જવખાર, સિંધવખાર, સાજીખાર, ખડિખાર, બંગડીખાર, ટંકણખાર કુલાવેલ, વરાગડુ મીઠું, સંચળખાર, પારે, ગંધક અને વછનાગ એ સરખે ભાગે લઈ, પ્રથમ પારા-ગંધકની કાજળી કરી બાકીનાં વસાણ તેમાં મેળવી, આદુના રસના સાત ૫ટ આપવા. એ શેળી કે પર્ણ જાતના તાવના મધ્યભાગમાં, પાચન તરીકે આપી શકાય છે અને ઘણું સારું કામ કરે છે, એ શ્રુધાસાગર રસમાં અમે એ સુધારો કરી ગોળી બનાવીએ છીએ કે, તૈયાર થચેલા સુધાસાગર રસની ગોળી વાળતાં પહેલાં તેનાથી ચોથે ભાગે કુલાવેલી હિંગ મેળવી, તેને ચણાના ક્ષારને એક પટ આપી, મરી જેવડી ગોળી વાળીએ છીએ. તે ગેળી એક અથવા બે દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી, અજીર્ણ પેટશૂળ, પાતળા ઝાડા, બંધકોષ, પેટનું ચડવું વગેરે અપાન અને સમાનવાયુના બગાડ ઉપર આબાદ કામ કરે છે.
શ્વાસકુઠાર રસ-શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, શુદ્ધ મનસીલ, ફુલાવેલ ટંકણખાર, કાળાં મરી, પીપર, એ સર્વેને વાટી આદુના રસને એક પટ આપી તે સુકાતાં સુધી વાટી શીશીમાં ભરી મૂકછે. તાવમાં, કફને ઉપદ્રવ હોય અથવા હાંફ ચાલતી હોય, તે ગાળે-વચગાળે એકેક પડીકું મધ સાથે આપવાથી ઘણું સારી અસર કરે છે. એ રસમાં અમે એ સુધારો કર્યો છે કે, ઉપરનાં બધાં વસાણાં તેલ તેલ હોય, તે મનસીલ તથા કાળાં મરી એ બંને ચાર ચાર તેાલા નાખીએ છીએ, તેથી ખાંસી, શ્વાસ, અમૂંઝશુને બહુ ફાયદા થાય છે. જે કોઈ સ્ત્રીને આંકડી એટલે તાણ
For Private and Personal Use Only