________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
સેવન કરે છે, ત્યારે આમાશયમાં રહેલે કલેદનકફ વૃદ્ધિ પામી, પકવાશયમાં રહેલા પાચકપિત્તને મંદ કરી નાખે છે. એટલે સમાનવાયુ બ્રાજક, રંજક, સાધક અને આલેચક પિત્તને જોઈતું પિત્ત પહોંચાડી શકતું નથી; પરિણામે તેતે પિત્તના સ્થાનમાં પિત્ત ઘટી જવાથી, કફને પચાવવાની ક્રિયા, લગભગ બંધ પડી જાય છે. એટલું જ નહિ પણ સમાનવાયુ પકવાશયમાંથી વધેલા કફને, કફનાં સ્થાને ઉપર એકલતો જાય છે, એટલે શરીરમાં રહેલી પંદરે ઓફિસમાં પિત્તનું જોર ઘટવાથી આખા શરીરની ચામડી ઉપર પાણીમાં ભીંજાવેલાં કપડાં વીંટાળ્યાં હોય એવી શરદી જણાય છે અને બ્રાજકપિત્તને જેટલે ભાગ અવશેષ રહેલું હોય, તે કફથી છૂટે પડી શરીરને થોડું થોડું ગરમ કરે છે. હૃદયમાં રહેલું સાધકપિત્ત ઘટી જવાથી, અવલંબન કફને વધારે થાય છે. તેથી શરીર ભારે થવાથી શરીરમાં આળસ ઉત્પન્ન થાય છે. સાધકપિત્ત મંદ થવાથી આલોચકપિત્તને ઉદાનવાયુ ખેંચી શકતા નથી અને ઉદાનવાયુસન કફને વધારે ખેંચે છે, તેથી દર્દીનું મુખ ચીકણું અને મધુર(મીઠું) થઈ જાય છે. આમાશયમાં રહેલો કલેઇનકફ વધી જવાથી, મળાશયમાં કફને ભાર વધે છે, જેથી ઝાડો અને પેશાબ ધોળાં થાય છે અને સંશ્લેષણ કફ વધવાથી ચામડી અને આંખે ધળી દેખાય છે. સંશ્લેષણ કફની સાથેનું જાજકપિત્ત કમી થવાથી અને વ્યાનવાયુને વધારો થવાથી શરીર જડ બની જાય છે તથા ટાઢ વાય છે અને રૂંવાડાં ઊભાં થાય છે. હૃદયમાં રહેલા અવલંબન કફના વધવાથી સાધકપિત્ત ઘટી જાય એટલે દદીને ઊલટી થવા માટે ઉબકા આવ્યા કરે પણ ઊલટી થાય નહિ; રસનકફમાં વધારે થવાથી અને તેની સાથે ઉદાનવાયુ મળવાથી ઊંઘ ઘણું આવે છે, સળેખમ જણાય છે, અરુચિ થાય છે અને ખાંસી વધી પડે છે. પણ જે અવલંબન કફની સાથે પાનવાયુ વધી પડ્યો હોય, તે તે
For Private and Personal Use Only