________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિાષ-સિદ્ધાંત
૩૧
છે, પરંતુ અપાનવાયુ સુધરી કલેદનકને સ્થિર કરે, એટલે ઝાડા અંધ થાય અને પાનવાયુ સુધરી સાધકપિત્તને કબજામાં રાખી અવલ બન કફને સ્થિર કરે; જેથી દુગ્ધ થયેલું પિત્ત ઉદ્યાનવાયુને ખે'ચવાનું મળે નહિ, એટલે તે કઠમાં રસનકને સ્થિર કરે; જેથી જીભની કડવાશ મટી જાય અને લવારા મધ થઈ જાય. જ્યારે દદીને અન્ન ઉપર રુચિ થાય, તે વખતે તેને હલકા રજોગુણી ખારાક આપવા. રજોગુણ એ વાયુના સ્વભાવ છે, જેથી પિત્તના અગ્નિથી વાયુ ક્ષીણ થયેલા હાય, તે બળવાન થઈ પેાતાનાં પાંચે સ્થાનમાં થયેલી અવ્યવસ્થા સુધારે છે. વાયુનાં પાંચે સ્થાન સુધાર્યાં' એટલે કફનાં પાંચે સ્થાનમાં કર્ફે સ્થિર થઈ, પિત્તને કબજામાં રાખે છે, એટલા માટે દશ દિવસનું લંધન કહેલું છે. દી'ને ખરાખર ભૂખ લાગે એટલે તેને ખારાક આપવાની જરૂર છે. જો દશ દિવસની મર્યાદાવાળા શાસ્ત્રવચનને વળગી રહી ઢાઈ ચિકિત્સક પેાતાના મમતથી ભૂખ લાગવા છતાં ખારાક નહિં આપે, તે અતિલઘન થવાથી દર્દીનું વીય અળી જશે અને નદીને પ્રલાપ, મૂર્છા તથા અશક્તિ વધી જશે. એટલા માટે ભૂખ લાગે ત્યારે ખારાક આપવા. જો દર્દીને પાણીની તરસ લાગે, તા પાણીનેઉકાળીને ત્રિપાદશેષ પાણી મનાવી, ઠંડુ કરી, તે પાણી પાવું, અન્ન ન ખવાય અથવા અન્ન ન અપાય, એવી અવસ્થામાં પણ પાણી અટકાવવુ' નહિ, કેટલાક લેાકેાના એવા વિચાર છે કે, અન્ન વિના પાણી આપવાથી આંતરડાં ફૂલી જાય છે; પરંતુ પાણીથી આંતરડાં ફૂલતાં નથી, પણ પાણીમાં રહેલ અગ્નિ અને વાયુ, એ એ મળીને દોષને સુધારી, શરીરને નિરામય બતાવે છે. એટલે પિત્તના તાવમાં પાચક ઔષધિરૂપ, ઉપર કહ્યા પ્રમાણે ઉકાળેલું ત્રિપાદશેષ પાણી આપવાને જરા પણ આંચકા ખાવા નહિ. પિત્તજવરમાં કાઈ પણ જાતનાં તીક્ષ્ણ વસાણાં અથવા
આ. ૧૧
For Private and Personal Use Only