________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૩૧૯
કેરાં વાટી, પાણી મેળવી, અધીર રતીની ગળી વાળી રાખવી. એ ગોળીનું નામ “હિંગળેશ્વર રસ” છે. એ ગોળી એક અથવા બે, દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી પાચકપિત્તને વધારે કરે છે, જેથી સમાનવાયુ પિતાના કામમાં વધારે બળવાન થઈ ખાન અને પાનને પચાવી શકે છે. આથી વાયુ, પિત્ત અને કફની પંદરે ઓફિસે વ્યવસ્થિત કામ કરવા લાગી જાય છે. પરંતુ સમાનવાયુ સુધરી ગયા હોય અથવા વાતજ્વર સિવાય બીજો જ્વર આવતા હોય, તેમાં જે કંઈ ચિકિ
ત્સક આ હિંગળેશ્વર રસ આપે, તે પકવાશયમાંનું પાચકપિત્ત વધી પડવાથી, તે અગ્નિને દબાવવા માટે ચામડીમાંથી
વ્યાનવાયુ દેડતે આવે છે, એટલે ચામડીમાં રહેલા સંશ્લેષણ કફને વહેવામાં અટકાવ થાય છે, તેથી ભ્રાજકપિત્ત આખા શરીરમાં જેમ કીડી ચટકા મારતી હોય તેમ ચટકા મારે છે. એટલા માટે એ રસ સમાનવાયુ સુધરતાં સુધી અને વાતજ્વરમાંજ આ પ. વાતવરના જુદા જુદા ઉપદ્રવે પંદર ઓફિસે પૈકી જુદી જુદી ઓફિસોમાં અવ્યવસ્થા થવાથી થાય છે. પરંતુ પાચકપિત્ત, સમાનવાયુ અને અપાનવાયુની ઓફિસમાં વ્યવસ્થાપૂર્વક કામ ચાલ્યું કે બીજી તમામ ઓફિસે રીતસર કામ કરવા મંડી પડે છે.
૨. જ્યારે મનુષ્ય સત્ત્વગુણી ખાનપાનનું વિશેષ સેવન કરે છે, ત્યારે મળાશયમાં રહેલે અપાનવાયુ બગડી આમાશયમાં રહેલા કલેદનકફને સૂકવી નાખે છે, જેથી પકવાશયમાં રહેલું પાચકપિત્ત વધી પડે છે, ને તે વધેલું પિત્ત હૃદયમાં જઈ સાધકપિત્તમાં વધારો કરી, પાનવાયુને દબાવી, આલેચક પિત્તમાં તેને ઉદાનવાયુ ખેંચી લે છે. ઉદાનવાયુ પિત્ત વધવાથી નેહન કફને સૂકવે છે. જેથી તે પિત્તને ચામડીમાં રહેલ વ્યાનવાયુ ખેંચી જઈ બ્રાજકપિત્તમાં વધારો કરે છે. એટલે મનુષ્યની ચામડી અત્યંત
For Private and Personal Use Only