________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ચિકિત્સકેએ, આટલી જાતના ઉપદ્રવ સાથે, જે તાવ આવેલે હેય છે તેને “વાતાવર” નામ આપ્યું છે. એવા ઉપદ્રવવાળે વાતજવર જણાય, તે પક્વાશયમાં રહેલા સમાનવાયુની ઑફિસમાં રહેલા કાચા આમરૂપ મળને પચાવવા માટે, તે દદીને પ્રથમ સાત દિવસ સુધી લંઘન કરાવવું. લંઘન સાત દિવસનું કહ્યું છે પરંતુ સાત દિવસ પહેલાં કંઠમાં રહેલો રસ કફ સુધરે તે જાણવું કે, સમાનવાયુની ઉપર આવી પડેલે બેજે ઓછો થયો છે, એટલે તે દદીને રુચિકર હલકે ખોરાક આપવો. પરંતુ ત્રણ દિવસમાં રસન કફ સુધરે નહિ, તે સૂંઠ, દેવદાર, ધાણા, ભેંયરીંગણી અને ગળે એકેક તેલ લઈ, જરા ખાંડી, એક શેર પાણીમાં વાસણ ઉપર ઢાંકણું ઢાંક્યા વિના ઉકાળી, ચાર તેલા પાણું રહે ત્યારે કપડાથી ગાળી પાવું. એવી રીતે સાંજ સવાર મળી આ ઉકાળો સાત ટૂંક પાવે, એટલે સાતમે દિવસે સમાનવાયુમાં રહેલે આમ, પચીને તેમાં રહેલે મળ અપાનવાયુની પાસે જઈ, તેની સાથે આવેલું પાચક પિત્ત અપાનવાયુને જાગૃત કરીને, મળને બહાર કાઢી નાખવાની ફરજ પાડશે. એ પ્રમાણે ફરજિયાત કામ સોંપવા છતાં અપાનવાયુ એ હુકમનું અપમાન કરે, તે શુદ્ધ પારે એક ભાગ, શુદ્ધ ગંધક એક ભાગ, ફુલાવેલે ટંકણ એક ભાગ, શુદ્ધ કરેલે નેપાળો બે ભાગ, સિંધવ એક ભાગ, મરી એક ભાગ, આમલીની છાલને ક્ષાર એક ભાગ, સાકર એક ભાગ, એ સર્વને ઝીણું વાટી, લીંબુના રસમાં એક દિવસ ખરલ કરી, બે ચઠીભાર પાણી સાથે આપવાથી, અપાનવાયુને તમામ કચરો કાઢવાની ફરજ પાડશે. એનું નામ “સૂર્યશેખર રસ છે. અપાનવાયુ સુધર્યા છતાં, સમાનવાયુમાં અવ્યવસ્થા જણાય, એટલે ભૂખ લાગે નહિ, મેટું સુકાય અને તાવ આવ્યા કરે, તે સાત દિવસ પછી હિંગળક, પીપર અને શુદ્ધ વછનાગ સરખે ભાગે લઈ, ત્રણ દિવસ સુધી
For Private and Personal Use Only