________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદેષ-સિદ્ધાંત
૩૧૭
૧. મળાશયમાં રહેલે અપાનવાયુ, પકવાશયમાં રહેલા સમાનવાયુએ મોકલાવેલ કચરે (મળ) બહાર કાઢી શકતો નથી, એટલે તે કચરો આમનું રૂપ ધારણ કરી, મળાશયમાં પડી રહે છે. જેથી સમાનવાયુની ઓફિસમાં કામ વધવાથી, ચામડીમાં રહેલા બ્રાજક પિત્તને બીજું પિત્ત પહોંચાડી શકાતું નથી, એટલે આખા શરીરમાં રહેલ સંલેષણ કફ વધી પડે છે. તેથી આખે શરીરે ટાઢ વાય છે અને પિત્તના સ્થાનમાં કફ અને કફના સ્થાનમાં પિત્ત જવા આવવાથી, ઘડીમાં શરીર ઊનું દેખાય છે અને ઘડીમાં ટાઢું દેખાય છે. અપાનવાયુની બેદરકારીથી, સમાનવાયુ કંઠસ્થાનમાં રસ કફ પહોંચાડી શકતું નથી. આથી ઉદાનવાયુ ઉપરનું દબાણ ઓછું થવાથી વાયુના સ્વભાવ પ્રમાણે ગળું, મુખ અને હેઠ સુકાઈ જાય છે, તેમ મસ્તકમાં સ્નેહન કફ નહિ પહોંચવાથી આલેચક પિત્તની વૃદ્ધિ થઈને ઉદાનવાયુ ઊંઘને આવવા દેતા નથી. સમાનવાયુની અવ્યવસ્થા થવાથી હૃદયમાં રહેલું સાધક પિત્ત પ્રાણ વાયુ ઉપાડી શકતા નથી, તેથી પાનવાયુ અને ઉદાનવાયુને ઘર્ષણ લાગવાથી છીંક આવતી નથી. તેવી રીતે પ્રાણવાયુ મંદ પડવાથી હૃદયમાં રહેલે અવલંબન કફ, ધિરને બળ આપત નથી, જેથી સાધક પિત્ત ચામડીમાં બ્રાજક પિત્તને જવા દેતું નથી. તેથી વ્યાનવાયુ વધી જવાથી શરીરના તમામ સાંધા દુખે છે, એટલે શરીર ભારે લાગે છે, માથામાં રહેલે ઉદાનવાયુ, હૃદયમાં રહેલે પ્રાણવાયુ અને ગાત્રોમાં રહેલે વ્યાનવાયુ વધી જવાથી માથું, હૃદય અને ગાત્રોમાં પીડા થાય છે. મળાશયમાં રહેલે અપાનવાયુ પિતાનું કામ નહિ કરવાથી ઝાડો સાફ આવતો નથી અને સમાન નવાયુમાને જુદા પડેલા ભાગ નહિ ખેંચાવાથી પેટમાં દુખે છે, પિટ ચડે છે અને પાનવાયુને તથા ઉદાનવાયુને ધકકો લાગવાથી બગાસાં ઘણું આવે છે. આ ઉપરથી શારીરશાસ્ત્રના જાણનારા
For Private and Personal Use Only