________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
- -
-
-
-
૨૭૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ કફનાં ૧૫ સ્થાનમાં હીન, મિથ્યા અને અતિયોગ થાય છે. આટલું યાદ રાખ્યા પછી દરેક પર્વોના આહાર-વિહાર અને દાન તપાસીશું તે તેના ગુણધર્મ પ્રમાણે દેના સંચય, કેપ અને શાંતિને વિચાર સમજી શકીશું.
મકરસંક્રાંતિમાં મગ, ચોખા, બેર, તલ, ગોળ અને શેરડી તથા લીલા ચણાનું દાન આપવાની તથા મગની ખીચડી અથવા નવી જુવારને કે નવા ઘઉંને ખીચડે ખાવાને રિવાજ છે. તેમ અમારા સુરતમાં કેળાં, ઘી અને ખાંડ સાથે રોટલી ખાવાનો રિવાજ છે. એ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે, ટાઢની મોસમમાં વાયુનું પ્રબળપણું એટલે રસને સુકાવવા ગુણ હોવાથી, જે પ્રજા નેહદ્રવ્ય એટલે તલ, ગેળ, કેળાં અને ઘઉંના પદાર્થો ખાય નહિ તે વાયુ બળવાન થઈ શરીરમાંના રસ તથા રક્તને સુકાવી નાખે છે; અને એમ પણ સમજાય છે કે, મધુર પદાર્થો કે જેમને કફ પ્રકપ કરવાને સ્વભાવ છે પણ તે પિત્તનું શમન કરે છે. એટલા માટે પિત્તને સંચય થતું અટકાવવા સારુ પિત્તની શાંતિવાળાં મધુર દ્રવ્યું અને સ્નેહવાળા તલ જેવા પદાર્થો ખાવાનું નિર્માણ કરેલું છે. તેમાં જેઓની પ્રકૃતિમાં વાયુ કે કદ્દે બંધાયેલ હોય, તેઓ જે મધુર દ્રવ્યનું સેવન કરે તે કફ વધી પડી, વસંતત્ર તુમાં કફપિત રોગમાં સપડાઈ જાય. એટલા માટે બેર જેવા ખટમધુર અને ચણા જેવા ક્ષારમધુર પદાર્થો ખાવાથી તેઓને અગ્નિ સમાનભાવને પામે છે. તેવી રીતે પિત્તપ્રધાન પ્રકૃતિના મનુબેને માટે મગની ખીચડી અને ઘઉં જુવારને ખીચડો ખાવાને ચાલ પાડેલો છે, જેથી ગ્રીષ્મવાતુમાં પિત્તને પ્રબળ કોપ થાય ત્યારે તેઓના શરીરનું રક્ષણ થાય. એ પ્રમાણે શિશિરઋતુ પૂરી થયા પછી સૂર્ય જ્યારે ઉત્તરાયણના મધ્ય ભાગમાં આવે છે, એટલે વસંતઋતુમાં હાળી (હુતાશની)નું પર્વ આવે છે. હેળીને માટે પાછલા કાળમાં
For Private and Personal Use Only