________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદાષ-સિદ્ધાંત
૩૯
એટલે સ્વરશાસ્ત્રના કાયદા પ્રમાણે એક અહારાત્રમાં, મનુષ્યના એકવીસ હજાર અને છસેા શ્વાસ ચાલવા જોઇએ;તેમાંથી જેટલા આછા કરાવી શકાય, એટલું આયુષ્ય વધે છે અને જેટલા વધારે ચલાવવામાં આવે, તેટલુ આયુષ્ય ઘટે છે. એટલા માટે મનુષ્યે જેમ બને તેમ પેાતાના શ્વાસ જલદી અને ટૂંકા ન ચાલે, પણુ ધીમા અને લાંબા ચાલે, એવી ટેવ પાડવી જોઈએ. તે ટેવ પાડવા માટે મનુષ્યે સ ંધ્યાપ્રાણાયામ કરવાની જરૂર છે; પરંતુ તમામ મનુષ્યા સધ્યા કરતા નથી અને જેએ સંધ્યા કરે છે તેઓને પ્રાણાયામ કરતાં આવડતુ' નથી. એટલા માટે દીર્ઘ શ્વાસપ્રશ્વાસની ક્રિયા નીચે પ્રમાણે કરવાથી આપણા હેતુ પાર પડી શકે છે. દરેક મનુષ્યે સવારમાં પથારીમાંથી ઊઠીને મળમૂત્રને ત્યાગ કરી, સ્નાન કરી, જમીન ઉપર સાદડી કે શેતરંજી પાથરી, માથા નીચે એસીકુ મૂક્યા વિના ચત્તા સૂઇને, હાથપગ ઢીલા રાખીને, કેડનું અંધન ઢીલું કરીને મુખ બધ કરીને, નાકેથી શ્વાસ એવી રીતે લેવા કે, પેટની ફૂટી (નાભિ) સાથે પેટ ફૂલતું જાય. એ પ્રમાણે પેટ ભરાયા પછી, માં અંધ રાખી નાક વાટે એવી રીતે શ્વાસ મૂકવા કે, ધીમે ધીમે પેટ એસતુ' જાય, નાક વાટે પવન લેતાં–મૂકતાં, એકસરખા સમય રહેવા જોઇએ. પરંતુ તે સમય, ઘડિયાળથી માપી શકાતા નથી, એટલા માટે ઈશ્વરપ્રાથનામાંથી કોઈ કવિતા અક્ષર મેળવાળીનુ એકચરણ લઇ તેના મનમાં એક વાર પાઠ થઇ રહે ત્યાં સુધી શ્વાસ લેવા અને એક વાર પાઠ થઈ રહે ત્યાં સુધી શ્વાસ મૂકવા. પછી જેમ જેમ અભ્યાસ વધતા જાય તેમ તેમ તે કવિતાનું બીજું ચરણ ઉમેરતા જવુ'. એટલે ચાવીશ અક્ષફ્લાય તેટલા સમય સુશ્રી ‘શ્વાસ લેવાની ’ અને એટલાજ સમય સુધી ‘શ્વાસ મૂકવાની” ટેવ પાડવી, એ પ્રમાણે એછામાં ઓછી સાત વાર અને વધુમાં વધુ એકવીશ વાર, શ્વાસ લેવાના નિયમિત
For Private and Personal Use Only