________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
અભ્યાસ રાખવે. અને એટલી વાત જરૂર ધ્યાનમાં રાખવી કે, શ્વાસ લેતાં નાભિ સુધી પહોંચે છે કે કેમ, અને શ્વાસ મૂકતાં નાભિ ખાલી થઈ જાય છે કે કેમ ? એ પ્રમાણે ક્રિયા કર્યા પછી, રાત અને દિવસ એવી સંભાળ રાખવી કે, શ્વાસ ટૂંકા થઈ જાય નહિ. જે મનુષ્યા આ પ્રમાણે ક્રિયા કરે છે અને તેમાં કાઇ પણ જાતની ખામી રહી જતી નથી, તેની પરીક્ષા પે તેજ કરવાની છે. જો એ ક્રિયા બરાબર થતી હશે, તે તે ક્રિયા કરનારને મળ સાફ ઊતરશે, પેશામ પર ઠંડક વળશે, ભૂખ બરાબર લાગશે, ખાધેલા આહાર બરાબર પચી જશે, આંખે તેજ વધશે, માથામાં આવતા ચક્કર અને મગજની ગરમી શાંત થશે અને શરીરમાં શક્તિ વધવા માંડશે. જો આ ક્રિયા બરાબર નહિ થાય અને શ્વાસ લેવા કરતાં મૂકવામાં સમય એછે લાગશે, તે ઉપર બતાવેલા ગુણા કરતાં ઊલટી અસર જણાશે. કદાચ કાઇ વખતે જરૂરી કામને લીધે શ્રમથી શ્વાસ જોરમાં ચાલે તે તે વખતે અકળાઇને મેઢેથી શ્વાસ મૂકવે નહિ, પર’તુ મેઢું બંધ રાખી નાકેથી શ્વાસ મૂકવાથી થોડાજ વખતમાં, શ્વાસ નિયમિત થઇ, શ્રમ ઊતરી જશે. જેમ જેમ નાભિથી શ્વાસ ઉપાડી હવામાં ફેકીશું અને તે હવામાં શુદ્ધ થયેલા શ્વાસ નાક દ્વારા નાભિ સુધી પહેોંચાડીશું, તેમ તેમ વિષ્ણુપાદામૃતના લાભ વધતા મળતે જશે. પણ જેમ જેમ પેટને હલાવ્યા વિના છાતી ઉપરથી શ્વાસને બારણે ફે કીશું અને બહારના વન છાતી સુધી આવવા દઇશું, તેમ તેમ શરીરમાં નખળાઇ વધારી આયુષ્યને ટૂંકુ કરતા જઇશું, આટલા ઉપરથી આપણને સમજાશે કે, પ્રકૃતિ અગડ્યા પછી પહાડાની શીતળ હવામાં હવાફેર માટે જવા કરતાં, શહેરાની ગીચ વસ્તીમાં રહીને પણ શુદ્ધ હવા મેળવી શકાય છે. કુદરતે હૃદય, કઢ અને તેની ઉપર રહેલા બ્રહ્મર પ્રરૂપી ગરણી આપણને આપી છે; અને તે એવી યુક્તિવાળી છે કે, શરીરમાંના
For Private and Personal Use Only