________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષ-સિદ્ધાંત મળથી દૂષિત થયેલા પવનને બહાર નીકળતાં અટકાવતી નથી, પરંતુ બહારના પવનમાં રહેલા દેને ગાળી ગાળીને શુદ્ધ કરીને લે છે. એટલે ખરાબ હવા આવે તે નાક તરત જાણી જાય છે. એટલા માટે આ ક્રિયા મનુષ્ય માત્રે ખાસ કરવાની જરૂર છે અને જેઓ એ કિયા કરનારા છે તેઓને બગડેલી હવા કંઈપણ અસર કરી શકતી નથી. એટલા માટે શારંગધરાચાર્ય ઉપરોક્ત બે કલેક લખી, મનુષ્યના જીવનને આધિ, વ્યાધિ અને ઉપાધિરહિત રાખવાની ક્રિયા સમજાવી છે. એ પ્રમાણે કિયા કરનારને વશ અક્ષર એટલે ચોવીશ માત્રા સુધી ધાસ લેવા તથા મૂકવાનું માપ કહેવામાં આવ્યું છે. તે માપમાં જે પિતાના ગુરુદ્વારેથી મળેલ આઠ, બાર કે ચોવીશ અક્ષરને મંત્ર હોય તે તેનું ધ્યાન કરવું; અથવા ગાયત્રી મંત્રનું ધ્યાન કરવું. કારણ કે એ મંત્ર પણ ચોવીસ અક્ષરને છે. જે તે પ્રમાણેને કોઈ મંત્ર કે ગાયત્રી ન આવડતી હેય તે, “અહે દેવ! હું તે સદા દાસ તારે, પ્રભુ તું મને પ્રાણથી પૂર્ણ યારો.” અથવા “ પ્રભુતા પ્રભુ તારી મોટી મહાન, કૃપાસિંધુ દેજો મને જ્ઞાન-દાન. આ પ્રમાણે એક ચરણના બાર અક્ષર અથવા બે ચરણ મળી ચાવીશ અક્ષરનું ધ્યાન, એક શ્વાસમાં ધરવું. એ પ્રમાણે ધ્યાનની સાથે નાભિમાં રહેલા પ્રાણવાયુને બળવાન કરવાથી બાકીના ચારે વાયુ યથાસ્થિત બળવાન થાય છે. આમ તેઓ નિયમિત રીતે કફને, પિત્તને, મળને તથા સાતે ધાતુઓને તેના હીનયોગ, અતિગ કે મિથ્યાગ કર્યા સિવાય નિયમિત સમરૂપમાં ચલાવે છે. જેથી મનુષ્ય આરોગ્યવાન તથા આયુષ્યમાન થઈ શકે છે. હવે શરીરના પાંચ ભાગમાં રહેલા પાંચ નામ ધરાવતા વાયુઓને પરસ્પર સંબંધ અને દરેક સ્થાનમાં, સ્થાનપતિ વાયુ હેવા છતાં, તેની સાથે બીજા ચારે વાયુ રહીને શું શું કામ, કેવી કેવી રીતે બજાવી
For Private and Personal Use Only