________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
કુરિ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો દે, મળ અને ધાતુઓને સુધારી, શરીરની વ્યવસ્થા રાખે છે, તેનું વર્ણન કરવામાં આવે છે.
શરીરમાં રહેલા પાંચ વાયુ, પાંચ પિત્ત અને પાંચ કફ, જે જુદે જુદે નામે ઓળખાય છે અને જુદે જુદે સ્થાને રહે છે, તે સ્થાનમાં રહેતા સ્થાનપતિ વાયુની તે સ્થાન ઑફિસ છે, એમ આપણે કલ્પના કરવી પડશે. જેમ એક ઑફિસને મામલતદાર જે કે પિતાની ઑફિસમાં સ્વતંત્ર છે અને તે પિતાના તાબાના નેકર પાસે જુદાં જુદાં કામ કરાવે છે, પરંતુ તે મામલતદાર
જ્યારે કલેકટરની ઓફિસમાં જાય છે ત્યારે ત્યાં કલેકટરને તાબામાં રહી, તેની ઓફિસનું કામ કરે છે, અને કલેકટર, તે ઑફિસને માલિક ગણાય છે, તેવી રીતે કલેકટર, રેવન્યુ કમિશનરને અને રેવન્યુ કમિશનર સક્રેટરિયરને તેમજ સેકેટટિને માલિક ગવર્નરની ઓફિસમાં, તેને તાબેદાર ગણાય છે. તેમ શરીરમાં રહેલા અપાનવાયુના સ્થાનમાં, સમાન, પાન, ઉદાન અને વ્યાનવાયુઓ રહેલા છે, છતાં તે સ્થાન અપાનવાયુની જ સત્તામાં છે. તેવી રીતે સમાન વાયુની સાથે, અપાન, પ્રાણ, ઉદાન અને વ્યાનવાયુઓ રહીને કામ બજાવે છે, છતાં તે સ્થાન સમાનવાયુનું જ કહેવાય છે. તે પ્રમાણે બીજા સ્થાનમાં રહેતા વાયુઓ પોતાના સ્થાનમાં સત્તા ભોગવે છે અને બાકીના વાયુઓ તેના કલાર્ક તરીકે પિતાનું કામ કર્યું જાય છે. એવી રીતે પાંચ પ્રકારનાં પિત્ત અને પાંચ પ્રકારના કફ પણ, પિતપિતાના સ્થાનમાં રહે છે, તેની સાથે પણ બીજા ચાર પ્રકારનાં પિત્ત અને ચાર પ્રકારના કફ, સાથે મળીને પિતપિતાનું કામ કરે છે. જ્યાં સુધી અમલદાર તરીકે પિતાના સ્થાનમાં રહેલે વાયુ આળસુ, ઉતાવળિયે કે બીજે સ્થાને જઈ બેસી રહેનાર (હીનયોગ, મિથ્યાગ અને અતિ ગવાળે) બને નહિ ત્યાં સુધી,
For Private and Personal Use Only