________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
જાતને વિશેષ ધમવાળા વાતાવરણુના સ્વભાત્ર થયા છે એમ કલ્પના કરવી. જયારે પાછળની કે આગળની ઋતુના ગુણધમ વાળી વનસ્પતિ ઉત્પન્ન થતી જણાય, ત્યારે ચાલુ ઋતુના ગુણધમ પ્રધાનપણું ભાગવી તેમાં આગલી કે પાછલી ઋતુનું મિશ્રણ થાય છે. તે ઉપરથી અવલેાકન કરનાર તથા વિચાર કરનારને સપૂર્ણ સમજાશે કે હવામાં કઈ જાતનાં તત્ત્વા વધ્યાં છે.
જેમ વાયુ, પિત્ત અને કફ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, રજોગુણ, તમે ગુણુ અને સત્ત્વગુણવાળુ જગત છે, છતાં વાયુ, પિત્ત અને કફ એ ત્રણજ પ્રકૃતિના પરસ્પર સમેલનથી પ્રાણીમાત્ર જુદી જુદી પ્રકૃતિનાં, જુદીજુદી આકૃતિનાં, જુદાજુદા આકાર નાં અને જુદા જુદા સ્વભાવનાં બનેલાં જણાય છે; તેમ આકાશમાં રહેલાં પાંચ તત્ત્વા, ત્રણ ગુણા અને પાંચ તન્માત્રાના મિશ્રણથી આખા જગતનું વાતાવરણ બનેલું છે. તે વાતાવરણનું સૂર્ય અને ચંદ્ર વડે મથન થાય છે, જેથી તેના સારરૂપ રસા માખણુની પેઠે ફળરૂપે પ્રકટ થતા જણાય છે, અને તે જગતમાં વસતા તમામ પ્રાણીમાત્રાને આધારભૂત અને આરાગ્યને આપવાવાળા છે. એટલે ઉપર જેમ કહેવામાં આવ્યું છે કે, અમુક રસ વાયુને મટાડનારા છે, તેમ પિત્ત અને કફને વધારનારા છે; અમુક રસપિત્તની શાંતિ કરનારા છે, તેા વાયુ અને કફને વધારનારા છે; અમુક રસ કની શાંતિ કરનારા છે, તે વાયુ અને પિત્તને વધારનારા છે; એટલા માટે પ્રકૃતિનું જ્ઞાન મેળવેલા વૈદ્યોની ખાસ ફરજ છે કે, અમુક પ્રદેશમાં વસનારા લેાકેાની અમુક જાતની પ્રકૃતિ હાવાથી તેને અમુક રસ અનુકૂળ કે પ્રતિકૂળ પડશે, તેના વિચાર કરી, ષ્ટિનું અવલોકન કરી, (જેમ જેમ ઊંડા ઊતરશે તેમ તેમ જગતની રચનામાં અદ્દભુત ચમત્કાર દેખાશે ) અને પ્રજા કે જે હાલ અધારામાં અથડાય છે અને તેથી જેમ ડૂબતા માણસ તરાને વળગી બચવાનાં
For Private and Personal Use Only