________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
નહિ સહન થવાથી, નબળાં પડેલાં ફેફસાવાળાઓને પહાડ અને ડુંગર ઉપરની પાતળી હવામાં મોકલવાની ભલામણ કરે છે. પરંતુ શારંગધરાચાર્યના લખેલા અલંકારને સમજીને વિષ્ણુનું ચરણામૃત પીતાં જેને આવડે, તે માણસ દદ થતાજ નથી અને કદાચ દદી થાય તે તેને હવાફેરની જરૂર પડતી નથી. એટલી વાત ખરી છે કે, વાયુ પૃથ્વીની ઉપર મળમૂત્રથી તથા પ્રાણીઓના મરણના પ્રમાણમાં તેના અસ્થિમાંસાદિ સડવાથી અને વનસ્પતિઓનાં પાંદડાં આદિ વર્ષાઋતુમાં પડીને સડવાથી પૃથ્વી ઉપરની હવા, તેના સડેલા પરમાણુના વેગથી, વિકારવાળી થવાથી, તે તે પરમાણુઓને સાથે લઈને, પિતાના સ્વભાવ પ્રમાણે તીરછી ગતિએ વહે છે અને જેમ એક લીંબુમાં ખાટે રસ ભરેલો છે, પરંતુ તે રસ લીંબુની અંદર રહેલા કેશરના પડેપડમાં જુદે રહી શકે છે; તેમ હવામાં જુદી જુદી જાતના ગુણ, કમર અને સ્વભાવવાળા પરમાણુઓ જુદા જુદા ભાગમાં સ્વજાતીય મળીને વહન કરે છે, અને તે વહન કરતાં જે પ્રાણમાં આકાશતત્ત્વને ભાગ વધત હોય અને જળતત્વ ઓછું હોય તેમાં પ્રવેશ કરીને પિતાનું ખરું . સ્વરૂપ બતાવે છે. દાખલા તરીકે જ્યારે દક્ષિણાયન ચાલતું હોય અને તેમાં ઉત્તરાયનને પાસે બેગ આવતો હોય, ત્યારે સૂર્યનાં સીધાં કિરણે દક્ષિણ દિશામાં પડવાથી ત્યાંની હવા પાતળી થઈ આકાશમાં ચાલી જવાથી, ઉત્તર દિશામાંથી હિમાળુ પવન પતાની સાથે બરફને લઈને દેડતે આવે છે. એ પવનમાં પવનનું રૂક્ષપણું અને પાણીમાં રહેલા કફ, જેની શીતળતા બે સાથે રહીને જેમાં આકાશતત્ત્વ વધતું છે એવા, કપાસના અને તંબાકુના છેડ ઉપર, તેની અસર નિપજાવી છેડાજ વખતમાં તેને સૂકવી નાખે છે. પણ બીજાં વૃક્ષે કે જેમાં આકાશતત્ત્વ ઓછું છે, તેને તે પવન અસર કરી શકતું નથી. એ ઉપરથી એટલું સાબિત થાય છે કે,
For Private and Personal Use Only