________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાતપ્રકૃતિને મનુષ્ય હોય, તેને પિત્તપ્રકૃતિ કે કફપ્રકૃતિવાળું ખાનપાન આપવામાં આવે, પિત્ત પ્રકૃતિવાળા માણસ હોય, તેને વાતપ્રકૃતિ કે કફપ્રકૃતિવાળું ખાનપાન આપવામાં આવે અને કફપ્રકૃતિવાળે માણસ હોય, તેને વાત કે પિત્તપ્રકૃતિવાળું ખાનપાન આપવામાં આવે, તે તેથી મનુષ્યના મળાશયમાં રહેલા અપાનવાયુમાં અવ્યવસ્થા થાય, તેથી તે વાયુ સમાનવાયુ, પ્રાણવાયુ, ઉદાનવાયુ અને વ્યાનવાયુનાં સ્થાને માં હીનાગને ઉત્પન્ન કરે છે. આથી તેને સ્થાનમાં રહેલા અને તેને અવલંબનરૂપ થયેલા મળ અને ધાતુઓને જોઈતાં પિત્ત અને કફ નહિ પહોંચવાથી, તે તે મળ અને ધાતુઓ હીનાગને પામી, શરીરને હીન બનાવી દે છે. એટલા માટે વાયુને સમાનભાવે વર્તાવવા સારુ મનુષ્ય પ્રકૃતિવિરુદ્ધ ખાનપાનને ત્યાગ કરે, અને પવનની ગતિને વહેવાવાળી ધમનીઓને તાજી રાજી રાખવા માટે, મનુષ્ય માત્ર પ્રાણાયામ (દીર્ઘશ્વાસ-પ્રશ્વાસની ક્રિયા કરતા રહેવું જોઈએ. આ સ્થળે વાયુનું વર્ણન ચાલતું હોવાથી પ્રાણાયામનું વર્ણન છે કે અસંગત દેખાશે; પરંતુ શ્રીશારંગધરાચાર્યે વાયુની શુદ્ધિ રાખવા માટે અથવા વાયુ શુદ્ધ કેવી રીતે રહી શકે છે અને શુદ્ધ થયેલે વાયુ શરીરને પોષણ આપી દીર્ઘજીવી કેવી રીતે બનાવે છે, તેનું વર્ણન કરેલું છે. અમે પ્રાણાયામને વિષય આ સ્થળે નહિ લખતાં માત્ર શારંગધરાચાર્યનું વચન લખીને તે ઉપર વાયુની શુદ્ધતા એટલે સમાનતા કેવી રીતે રહી શકે છે, તેનું દિગ્દર્શન કરાવીશું એ ઉપરથી માલુમ પડશે કે, વાયુ એટલે હવા-જેને આપણે ચા
ખી હવા માનીએ છીએ તેહવા; ચેખી હોવા છતાં તે ઉપયોગી છે. માટે મનુષ્ય માત્ર શુદ્ધ હવા લેવાને અભ્યાસ રાખવાથી, શરીર નિરોગી રહી શકે છે અને વાયુ સમભાવે વતી, શરીરને જોતાં તો બરાબર પૂરાં પાડે છે. આથી મનુષ્ય નીરોગી રહી, જગતના
For Private and Personal Use Only