________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૩૦૩ જીવનને માટે ખાન અને પાન ગમે તે સ્વાદવાળું હોય, તે પણ તે પંચભૂતાત્મક અને ષડસાત્મક હોય છે અને તેથી જ જેમ જગતમાં વાયુ પ્રાધાન્ય ભેગવી પંચભૂતાત્મક અને ષડરસાત્મક સૃષ્ટિને ઉત્પન્ન કરી, વૃદ્ધિ કરી, નાશ કરે છે, તેમ શરીરમાં રહેલે વાયુ પંચભૂતાત્મક શરીરને સાત્મક ખાનપાનથી પાળી, પિષી વૃદ્ધિ કરી તેને નાશ કરે છે. તેથી વાયુને મહાબળવાન ગણવામાં આવ્યા છે, અને તે બળને લીધે શરીરમાં રહેલા પિત્ત, કફ, મળ અને ધાતુઓને સમાનભાવે રહી ચલાવે છે. તે જે અસમાનભાવને પામે, તે જ્યાં જ્યાં જેટલા જેટલા પ્રમાણમાં પિત્ત અને કફ જોઈએ ત્યાં ત્યાં તેટલા તેટલા પ્રમાણમાં નહિ પહોંચાડવાથી તેને હીનાગ થાય છે, અને જોઈએ તે કરતાં વધારે પહોંચાડવાથી તેને અતિ
ગ થાય છે. તેમજ જે સ્થાનમાં જે જોઈએ, તેનાથી બીજું એટલે કે પિત્તના સ્થાનમાં કફને અને કફના સ્થાનમાં પિત્તને પહોંચાડવાથી, તેને મિથ્યાગ થાય છે. એ હીનાગ, અતિગ અને મિથ્યાયોગને લીધે શરીરમાં રહેલા, ઉત્પન્ન થતા અને વધતા તથા પિશાતા મળ તથા ધાતુઓમાં હીનાગ, મિથ્યાગ અને અતિયોગ થાય છે. તેથી શરીરનું પિષણકાર્ય અટકી પડી, મોટી અવ્યવસ્થા ઉત્પન્ન થઈ, ત્રિદોષના કેપથી શરીર અને પ્રાણને વિયેગ થાય છે. એટલે આત્માને બીજું શરીર બદલવાને વખત આવી લાગવાથી, આ દેહ છોડી બીજે દેહ ધારણ કરવાની ફરજ પડે છે, તેને આપણે “મરણ પાયે, પંચત્વ પાપે, દેવલેક થયો વગેરે નામો આપી સંતોષ માનીએ છીએ. હવે એ મહાબળ. વાન વાયુ પિત્તમાં, કફમાં, મળમાં કે ધાતુઓમાં હીન, મિથ્યા કે અતિયાગ કરે છે, તેનું મુખ્ય કારણ શું છે અને તે ઉપદ્રવ શરીરના કયા કયા ભાગમાં, ક્યા કયા રંગને નામે ઓળખાય છે, તેનું વર્ણન કરવાને સુગમતા થઈ પડશે. ધારે કે
For Private and Personal Use Only