________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષઋતુ- ણ
૨૯૫
સક અને વિલ`બિકા નામના અજીણુ ના રોગમાં પ્રજા સપડાશે.
આપણે જાણવુ' જોઇએ કે, દરેક જિલ્લાની, દરેક પ્રાન્તની અથવા દરેક રેખાંશઅક્ષાંશની ઋતુમાં કેરફાર જણાય છે. દાખલા તરીકે મુંબઈ અને મુંબઇની પાસેના પ્રદેશમાં અત્યંત મેઘવૃષ્ટિ થવાથી દમણુગંગાના પ્રદેશ સુધી ક્રમે ક્રમે ઊતરતી પણ વધારે વૃષ્ટિવાળી ઋતુ હાય છે. જેથી ત્યાં વિશેષે કરી પૃથ્વી અને જળતત્ત્વવાળી મધુર વનસ્પતિ એટલે ડાંગર, શેરડી તથા ફળફૂલ વગેરેના વિશેષ પાક થતા જણાય છે. તે પછી દમણગંગાથી વડાદરાની વિશ્વામિત્રી નદીના પ્રદેશ સુધીમાં તે કરતાં ઓછે વરસાદ વરસવાથી તીખા, કડવા,ખાટા,મધુર અને કષાય રસેાવાળી વનસ્પતિ અને ધાન્યા જેવાં કે જુવાર, ઘઉં અને કાંઇક ગળપણવાળી શેરડી પાકે છે અને બાકીના રસા ગોણપણે ઉત્પન્ન થાય છે. તે પછી વિશ્વામિત્રીથી પાલણપુર સુધીનેા પ્રદેશ જોતાં તે પ્રદેશમાં તે કરતાં પણ આછી વૃષ્ટિ થાય છે, તેથી ઉનાળામાં ગરમી વિશેષ પડે છે અને શિયાળામાં લૂખી ટાઢ વિશેષ પડે છે. આમ હાવાથી તે દેશમાં કયાચરસપ્રધાન રાઇ, સરસવ, જીરું, ખાજરી, તુવેર, મગ, ચણા વગેરે ધાન્યા વિશેષ પાકે છે, અર્થાત જ્યાં જ્યાં વૃષ્ટિ વધારે થતી હાય ત્યાં ત્યાં મધુરરસ વધારે પાકે છે અને જ્યાં જ્યાં વૃષ્ટિ આછી થતી હોય ત્યાં ત્યાં અનુક્રમે ખાટા, ખારા, તીખા, કડવા અને કષાય રસમાં વધારા થઈ પાંચરસવાળી, ચારરસવાળી કે ત્રણ રસવાળી જુદી જુદી જાતની વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે. તેમાં એટલું તેા યાદ રાખવુંજ કે, હવાના ગુણદોષ તપાસતાં વનસ્પતિનાં ફૂલના રંગે, ફળના સ્વાદ અને તેની નવપલ્લવતા, પાંદડાંનું ખરી જવું, છેડનું ઊગવું, વેલાનું વધવુ અને તે તે વખતનાં જીવજંતુઓનું ઉત્પન્ન થવુ, તે જંતુઓના ર’ગ અને સ્વભાવ, ફૂલના રંગ અને સ્વભાવ તથા ફળે નાં ર’ગ, રૂપ, સ્વાદ અને સ્વભાવ ઉપરથી જેનું માહુલ્ય જણાય, તે
For Private and Personal Use Only