________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
શ્રીઆયુર્વેદ નિમ્ધમાળા-ભાગ ૨ જો
ખનાવી છે. જો વૈદ્યવિદ્યામાં કુશળતા મેળવવા ઇચ્છતા વૈદ્ય, આ ત્રિદોષ-સિદ્ધાંતને બરાબર જાણી તેના કા કમને સમજી-વિચાર કરીને, તેમાં થયેલા હીન, મિથ્યા અને અતિયેાગને દૂર કરવા માટે પ્રયત્નવાન થઈ, ત્રણે દોષને સમાન ભાવે વતતા બનાવે, તે શરીરને કઈ પણ જાતની વિક્રિયા વિનાનુ` એટલે નિરામય રાખી શકે. એ ઉદ્દેશથી ઉપરના શ્લેાક લખીને આપણને સમજાવે છે કે, માણસના શરીરમાં પિત્ત, કફ્, મળ તથા રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એ સાત ધાતુએા પાંગળી છે, એટલે પેાતાની મેળે ગતિ કરી શકતી નથી. જેમ પાણીથી ભરેલા વાદળને, વાયુ પેાતાની ગતિ પ્રમાણે ખેચી જાય છે, તેમ શરીરમાં રહેલા જાચુ પિત્ત, કફ્, મળ તથા સાતે ધાતુઓને પેાતાની મરજીમાં આવે ત્યાં ખેંચી જાય છે. એ ઉપરથી સાબિત થાય છે કે, વાયુ પેાતે રામભાવથી વતતા હેય તે, શરીરમાં કઈ પણ પ્રકા રની ઉપાધિરૂપ વ્યાધિ ઉત્પન્ન થતા નથી. જો કે શરીરમાં રહેલા વાયુ એકજ જાતનેા છે, પરંતુ સ્થાન-ભેદે કરીને તેને પાંચ પ્રકા રનેા ગણવામાં આવ્યે છે. તે પાંચ પ્રકારના વાયુ શરીરનાં પાંચ સ્થાનામાં રહીને જુદાં જુદાં પાંચ પ્રકારનાં કામેા કરે છે. તે બાબત વિસ્તારથી નીચે લખવામાં આવે છે.
વાયુનું મૂળસ્થાન મળાશય છે અને તે રજોગુણી છે. પિત્તનું મૂળસ્થાન અગ્ન્યાશય છે અને તે સત્ત્વગુણી છે. તેવી રીતે કફનું મૂળસ્થાન આમાશયમાં છે અને તે તમે ગુણી છે. મળાશયમાં રહે લૈ। વાયુ મહાબળવાન અને દરેક વસ્તુના ભાગ પાડનારા, સ્વભાવે રૂક્ષ અને ચળ છે. તે પિત્ત, કફૅ, મળ અને ધાતુઓના વિભાગ પાડીને જ્યાં જોઇએ ત્યાં પહાંચાડવા માટે પેાતાના બીજા ચાર સ્થાનક રાખીને રહ્યો છે. એ ચાર સ્થાનકેામાં રહેલા અને મળા શયમાં ઉત્પન્ન થયેલા વાયુના સ્થાન પરત્વે જુદાં જુદાં નામે
For Private and Personal Use Only