________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
શ્રઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
વાયુ, પિત્ત (અગ્નિ) અને કર્ફે (પાણી) એ ત્રણ ભૂતે કાર્ય કરે છે. વાયુ, પિત્ત અને કફ જ્યારે શરીરને પુષ્ટિ આપે છે, ત્યારે તેનુ નામ ધાતુ કહેવામાં આવે છે અને જ્યારે એ ત્રણે મહાભૂત વિકિ યાને પામી શરીરનાં બીજા તત્ત્વોને વિક્રિયા પમાડી દૂષિત કરે છે, ત્યારે એ ત્રણ દોષ કહેવાય છે. જ્યારે સૃષ્ટિમાં રહેલા વાચુવિકાર ને પામે છે,ત્યારે સુષ્ટિમાં રહેલાં અગ્નિ અને પાણી વિકારને પામી વિવિધ પ્રકારની ઉપાધિ, એટલે ઋતુઓમાં હીનયાગ, અતિયેાગ અને મિથ્યાયેાગ ઉત્પન્ન કરે છે. તે હીન, મિથ્યા અને અતિયાગથી વાતાવરણમાં અવ્યવસ્થા થઈ જે જે તવાને જે જે દ્રવ્યે જોઇએ, તે તે દ્રબ્યા નહિં મળવાથી, તે તે તત્ત્વામાં અવ્યવસ્થા થાય છે. તે વીજ રીતે શરીરમાં વાયુ કુપિત થાય, તે પિત્ત, કફ્ અને બીજા તવામાં અવ્યવસ્થા થવાથી શરીર રેગી મને છે.
पित्तः पंगुः कफः पंगु पंगवोः मल धातवः । वायुना यत्र नीयंते तत्र गच्छंति मेघवत ||
આ શ્લેાકથી ઉપર લખેલા ભાવાથ સહેજમાં સમજાશે; કા રણ કે પૃથ્વીમાં કે શરીરમાં વાયુ, અગ્નિ કે પાણી, કાઈ પણ વખતે એછુ' થતુ નથી તેમ વધતુ' પણ નથી; પરંતુ જેમ સૂર્યના તાપથી વાયુ પાતળા થઈ ઊંચે ચડી જાય, એટલે જે વાયુની જગ્યા ખાલી પડે ત્યાં આગળ બીજો વાયુ જોરથી ધસારા કરી આવી પહેાંચે, એ ધસારાના ઘસારા આપણને લાગવાથી આપણે કહીએ છીએ કે, પવન બહુ આવ્યા. તેવી રીતે શરીરમાં પિત્તરૂપ અગ્નિના વધારા થવાથી ત્યાં રહેલા વાયુ ઊધ્વગતિને પામી પેાતાનુ` સ્થાન છેડી દે છે. એટલે બીજા સ્થાનના વાયુ તે જગ્યા પૂરવા માટે જોરથી આવે છે, જેથી આપણે કહીએ છીએ કે, વાયુ થયા. પૃથ્વી ઉપરના વાયુ જે દિશામાંથી આવે છે, તે દિશાના આકાશમાં રહેલાં બીજા તવાને આપણી તરફ ખેંચી લાવે છે; તેવી રીતે શરીરમાંના વાયુ
For Private and Personal Use Only