________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪ આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ત્વ વધારો થયો છે અને તેટલા માટે પ્રજામાં પિત્ત, કફ અથવા ત્રિદોષજ્વરને ઉપદ્રવ ચાલશે. જે હેમંત અને શિશિરમાં ઈશાન તથા ઉત્તરને પવન આવે છે, તેના બદલામાં વસંતને વાયવ્યક
ને પવન ચાલુ થાય તે આકાશમાં પૃથ્વી, વાયુ અને અગ્નિતત્વને વધારે થાય, જેથી કળકઠેર (દ્વિદળ) વનસ્પતિઓ ઓછી પાકે અને મધુરરસ બહુ ઓછું થઈ જાય; જેથી શેરડીમાં અને શેરડીના બનતા ગોળમાં ખારાશ ઉત્પન્ન થાય અથવા કાંઈક અંશે ખટાશ ઉત્પન્ન થાય. આથી તે ઉનાળાના તાપમાં દ્રવપણું પામી ઊભરાઈ જાય અને વસંતઋતુમાં પાકતી વનસ્પતિઓ પિષ કે મહા માસમાં દેખાય. એટલે જે વખતે વનસ્પતિમાં વાયુને લખાપણું ફેલાવીને તમામ જાતનાં કઠેળે અને મંજરીવાળા વૃક્ષોને પિષવાને હોય છે, તે વાતમાં મંજરીને ક્ષય થઈ તેને ફળ લાગી જાય છે, એટલે તે સમમાં કફપ્રધાન વાતજ્વરમાં પ્રજાને સપડાવું પડે છે. જે વસંતનાતુમાં ઉત્તર-વાયવ્યના પવનને બદલે ગ્રીસના નેત્રત્યકેણને પવન વધારે આવવાથી કષાય અને કડવા રસને પાક જણાય, તો આપણે જાણવું જોઈએ કે, વાતાવરણમાં પૃથ્વી, અગ્નિ અને વાયુતત્વનું મિશ્રણ થયેલું છે. જેથી વસંતને અંતે પાકનારી કડવી, મધુર અને કષાયરસના મિશ્રણવાળી, જેવી કે લીંબડા, આમળાં, આંબા, ગૂલર જેવી વનસ્પતિઓ ફળદ્રુપ થાય. એટલે વાતાવરણમાં પિત્ત અને કફને વધારે થઈ તે જોતના તાવ વગેરે રોગોને ઉપદ્રવ જણાશે. તેવી રીતે ગ્રીષ્મઋતુમાં જે પ્રવૃષનાં ફળ જેવાં કે જાંબુ, મરીકંથારા, ટિંબર વગેરે કષાયરસનાં ફળ પાકતાં જણાય, તે વાતવરણમાં કષાય રસને ઉપદ્રવ થયેલો છે, જેથી પૃથ્વીતત્ત્વ અને વાયુતત્વનું જોર વધેલું જાણવું. આમ થવાથી અગ્નિમંદ, અન્નને અભાવ, ખાધેલું પચે નહિ અને તેથી દગ્ધાજીર્ણ થઈ કોલેરા, આધ્યાનવાયુ, અલ
For Private and Personal Use Only