________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
શ્રીયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
અને અગ્નિતત્ત્વ મળવાથી ખારા રસ ઉત્પન્ન થાય છે. આકાશ અને વાયુતત્ત્વ મળવાથી તીખા રસ ઉત્પન્ન છે, વાયુ અને અગ્નિતત્ત્વ મળવાથી કડવા રસ ઉત્પન્ન થાય છે; તથા પૃથ્વી અને વાયુતત્ત્વ મળવાથી કષાય રસ ઉત્પન્ન થાય છે. એ ઉપરથી આપણે એમ સમજવું જોઈએ કે, મધુર રસમાં પૃથ્વી અને જળતત્ત્વ છે, ખાટા રસમાં પૃથ્વી અને અગ્નિતત્ત્વ છે, ખારા રસમાં જળ અને અગ્નિતત્ત્વ છે, તીખા રસમાં આકાશ અને વાયુતત્ત્વ છે; કડવા રસમાં વાયુ અને અગ્નિતત્ત્વ છે અને કષાય રસમાં પૃથ્વી અને વાયુતત્ત્વ છે. એટલે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ઊગતી, વધતી, ખીલતી અને ફળફૂલ આપતી વનસ્પતિઓમાં જેવા જેવા સ્વાદવાળી વનસ્પતિના વધારા જણાય, તેવા તેવા સ્વાદવાળું વાતાવરણ થયેલું છે. એટલે વાતાવરણમાં તે સ્વાદને ઉત્પન્ન કરનારાં તત્ત્વાના વધારા થયેલા છે, એમ સમજવું. આપણા દેશમાં ( ગુજરાતમાં ) પ્રાકૃષ અને વર્ષામાં પશ્ચિમના પવન આવે છે, શરદમાં દક્ષિણ અને પૂર્વના પવન આવે છે, હંમતમાં કાંઇક પૂત્ર અને વધારે ઈશાનના પવન આવે છે, શિશિરઋતુમાં ઉત્તરના પવન આવે છે, વસંતમાં ઉત્તરના અને વાયગ્ય કાણના પવન આવે છે અને ગ્રીષ્મમાં ને ત્યકાણના પવન આવે છે; તે ઉપરથી તે તે ઋતુના ગુણધમ જાણવાનું સાધન ઉપસ્થિત થાય છે.
જો ગ્રીષ્મઋતુમાં નૈૠત્ય કેણના પવન બદલાઇને પશ્ચિમના પવન શરૂ થાય, એટલે વર્ષાઋતુના ચૈગ પ્રમાણે ગ્રીષ્મને અંતે થત મધુર રસ અટકી જાય અને તેને ઠેકાણે વર્ષાના મેળે રસ ઉત્પન્ન થાય, એટલે પિત્તના અગ્નિતત્ત્વ સાથે વર્ષાતું જળતત્ત્વ મળવાથી હવામાં ખારા રસ ઉત્પન્ન થાય છે; અને જ્યારે વાતાવરણમાં મધુરરસ અને કષાયરસ ઉત્પન્ન થવાની જરૂર છે, ત્યારે ખારા રસ ઉત્પન્ન થવાથી એક રસને બગાડે છે, જેથી પિત્તની
For Private and Personal Use Only