________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
- -
-
-
-
-
-
-
,
,
, ,
,
,
,
પઋતુ-દર્પણ
૨૮૧ તાને ક્યાંની ક્યાં નસાડી મૂકે છે! એટલે શરદપૂનમ અર્થાત્ માણેકઠારી પૂનમને મહિમા જે કુદરતે મોકલેલે છે, તેને નાશ કરી નીચેની કહેવત પ્રમાણે તાવને આમંત્રણ આપે છે – તાવ કહે હું તૂરિયામાં વસું, ગલકું દેખી ખડખડ હસું; દૂધ-પૌઆ ને ખાટી છાશ, તેને ઘેર અમારો વાસ.'
હાલ તો ઉપર પ્રમાણે જોવામાં આવે છે. માટે અમારે ખાસ ચેતવણી આપવાની જરૂર છે કે, માણેકઠારી પૂનમે દૂધ અને પૌંઆનું શૂદક બનાવી ખાવા સિવાય બીજી ઉપાધિમાંથી દૂર રહેવું કે, જેથી આરોગ્યની વૃદ્ધિ થાય. સુરતમાં તે શ્રાવણ માસથી શેરડી આવવા માંડે છે અને લોકો ખુશીથી તેને ખાય છે. પણ જે લેકે કમમાં કમ માણેકઠારી પહેલાં એ શેરડી ખાય છે તેમને જરૂર તાવ આવે છે એ અમારે ખાસ અનુભવ છે. માટે માણેકઠારી પૂનમ પછી ન છૂટકે જ તે ખાવી. પણ ખરેખાત શેરડી ખાવાને વખત દેવદિવાળી એટલે કારતક સુદિ અગિયારસ પછી છે. આ સમયે શેરડી ખાવાથી કોઈ પણ જાતને રોગ થતો નથી પણ ઊલટો ફાયદો થાય છે. માણેકઠારીનું એટલે શરદપૂર્ણિમાનું પર્વ ગયા પછી દિવાળી એટલે આ વદિ અમાસનું પર્વ આવે છે. એ પર્વ હિંદુ માત્ર ઘણી ખુશીથી અને આનંદથી ઊજવે છે. હિન્દુઓ વિક્રમ સંવતથી અને જેને મહાવીર સંવતથી દિવાળીની ઉત્પત્તિ માને છે. પરંતુ દિવાળીની ઉત્પત્તિ એ કરતાં પણ ઘણા પ્રાચીન કાળથી હેય એમ અમને સમજાય છે. કારણ કે જૈન અને બૌદ્ધ સંપ્રદાયની સ્થાપના થતાં પહેલાં આ દેશમાં કૃષ્ણયજુર્વેદ પ્રમાણે શાક્તમાગ જુદી જુદી શાખાઓમાં ચાલતે હિતે. અને તે માગની કાળરાત્રી તે આ દિવાળીના કાળીચૌદશના દિવસે ઉજવાય છે. એટલે દિવાળી જૈનધર્મની સ્થાપના પહેલાં પણ હતી એ વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે. તેથી દિવાળીના પર્વમાં
For Private and Personal Use Only