________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
-
-
-
-
ધતુ-દર્પણ
૨૮૩ હોય તેને રસ ચલિત થવા માંડ્યો કે તેમાં રેશને ઉત્પન્ન કરનારાં ત ઉમેરાતાં જાય છે. માટે એવી વાનીઓ દિવાળીમાંજ તૈયાર કરવાને પૂર્વે સંપ્રદાય હતે. કારણ કે તેલમાં તળવાના પદાર્થો આગળથી બનાવવામાં આવે છે, પણ માવાના ઘૂઘરા, ઘારી કે, ખાંડના સાંજાના ઘૂઘરા અને સંજેરી દિવાળીની બારસને દિવસે ઘણું કરીને બનાવવામાં આવે છે. તે ઉપરથી જણાય છે કે પૂર્વે આ પ્રમાણે વાસી ખાવાને રિવાજ ન હતું. માટે અમે ભલામણ કરીએ છીએ કે, તેલવાળા પદાર્થો એક દિવસ કરતાં વધારે વાસી અને ઘીવાળા પદાર્થો ચાર દિવસ કરતાં વધારે વાસી ખાવા નહિ. એટલું ખરું છે કે, અમારી સૂચના પ્રમાણે કરવા માં આવે તે બનાવનાર સ્ત્રીવર્ગને દિવાળીના ઉત્સવના આ નંદનો લાભ લેવાને બદલે આ દિવસ એજ કામધાં ગૂંચવાઈ રહેવું પડે, તેથી પિતાની સગવડને ખાતર આગળથી દરેક કામ આટોપી લેવામાં આવે છે. પરંતુ આ બાબતને એકજ ખુલાસો કરવાને છે કે, તેલવાળી જુદા જુદા પ્રકારની ઘણી વાનીઓ કરવામાં આવે છે, તેમ નહિ કરતાં દરરોજ રાતના એકેક વાની સવારને માટે થોડી થોડી કરવામાં આવે તે કાંઈ વિશેષ અડચણ આવે તેવું જણાતું નથી. અને દિવાળીના ૬ દિવસમાં દરરોજ તાજેતાજું અને જુદી જુદી જાતનું ખાવાનું મળે. એમ છતાં જે ન બની શકે તેવું હોય તે ભલે ચાલતી રૂઢિપ્રમાણે ચાલવા દે. પણ અમે ખાસ આગ્રહથી કહીએ છીએ કે, દિવાળીની બીજ પછી દિવાળી પહેલાંને તેલમાં તળેલે ખેરાક ખાવે ન પડે એટલા પ્રમાણમાં જ બનાવ, કે જેથી તેલવાળે ખેરે ખોરાક ખાઈને વસંતઋતુમાં જ્યારે કફ કોપે છે, ત્યારે ખાંસીના ભંગ થઈ પડાય નહિ. આ ઠેકાણે એટલી વાત યાદ રાખવાની છે કે, કુદરતે મનુષ્યને માટે અન્ન અને કઠોળ (દ્વિદળ) ખાવાને સારુ નિર્માણ કરેલું છે. તેમાં
For Private and Personal Use Only