________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
પઋતુ-દર્પણ કરવું, મલિકાનાં પુષ્પથી પૂજા કરવી, કેળાને અર્થે આપ, ઘીની પૂરીનું નૈવેદ ધરવું અને મેતીવાળું પાણી પીવું. અષાઢ વદિ ૩ ને દિવસે અશોકનું દાતણ કરવું અને કુમળાં બીલીપત્ર વડે પૂજા કરવી, જાંબુના ફળને અર્થ આપ, સાકર અને ઘી સહિત દૂધ પાકનું નૈવેદ ધરવું, રાત્રે પરવાળાવાળું જળ પીવું. શ્રાવણ વદિ ૩ ને દિવસે બીલી અથવા બેરડીનું દાતણ કરવું, જૂઈનાં પુષ્પથી પૂજા કરવી, શ્વેત પકવાનું નૈવેદ ધરવું, કેળાંને અર્થ આપે અને રૂપાવાળું જળ પીવું. ભાદરવા વદિ ૩ ને દિવસે બિજેરાનું દાતણ કરવું, કમળ વડે પૂજા કરવી, કાકડીને અર્થ આપે, અશોકની મંજરીનું નૈવેદ ધરવું અને માણેકવાળું જળ પીવું તથા કપૂર અગર કસ્તૂરીથી મોટું સુગંધિત કરવું. આ વદિ ૩ ને દિવસે પ્લક્ષવૃક્ષ (પીપર)નું દાતણ કરવું, કમળ વડે પૂજા કરવી, નારંગી અગર કેળાને અર્થ આપ, ઘીમાં તળેલા સાકરના ચિટાનું નૈવેદ (ગુલાબજાંબુ) અને ધરવું, ઉંબરાવૃક્ષવાળું જળ પીવું. કાર્તક વદિ ૩ ને દિવસે ઉંબરા (ગૂલર)નું દાતણ કરી, કેવડાથી પૂજા કરવી, ચેખાના માલપૂડાનું નૈવેદ ધરવું, અખરેડને અર્થે આપ અને લવિંગ ખાવાં. એ પ્રમાણે સૌભાગ્યસુંદરીવ્રતને વિધિ જોતાં આપણને સમજાય છે કે, આયુર્વેદે જે ઋતુમાં જે વનસ્પતિ નવ પલ્લવ થાય છે અથવા ફળવાળી થાય છે, તે ઋતુમાં તે વનસ્પતિ ઔષધરૂપ ગણાય છે, એમ કહ્યું છે. તેમાં અમારું માનવું એવું છે કે, બબ્બે માસની એ કેક ઋતુમાં બે વખત ઉપવાસ કરવામાં આવે, તે દિવસે અર્થપ્રદાન કરેલા ફળનો પિતે આહાર કરી, તેમાં કહે લા જળનું પાન કરે અને તેનાં પુષ્પોની સુગંધી લે અને પછી જે વસ્તુનું નિવેદ ધરેલું હોય તેને બીજે દિવસે પિતે આહાર કરે, તે શરીરમાં રૂપ, ગુણ, કાંતિ અને આરોગ્ય આવે. અને એ પ્રમાણે વ્રતરાજમાં બાર માસનું એકજ વ્રત કહેલું છે તેમ નહિ કરતાં,
For Private and Personal Use Only