________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધતુદર્પણ
૨૮૫
મનાતા હોવાથી, એ બેજો સ્ત્રીઓને માથે આવી પડેલે જણાય છે. પરતુ સ્ત્રીના સૌભાગ્યથી પુરુષને અને પુરુષના સૌભાગ્યથી સ્ત્રીને એકસરખો લાભ હોય છે. કારણ કે સ્ત્રી અથવા પુરુષ વિધવા અથવા વિધુર થાય અને જે ફરી લગ્નને કાળ વ્યતીત થઈ ગયા હોય અને ઘરમાં નાનું બાળક હોય તે તેના સંસારમાં પછી તે સ્ત્રી છે કે પુરુષ છે, પણ કેવું વિષ રેડાય છે તે કેઈથી અજાણ્યું નથી. એટલા માટે શાસ્ત્રકારોએ દાંપત્યધર્મનું નિરૂપણ કરી, ૧૦૦ વર્ષ પર્યત પુરુષ તથા સ્ત્રીને આરોગ્યપૂર્ણ જિંદગી ગુજારી વર્ણાશ્રમના ધર્મ પાળી સુખી થવા માટેના પ્રબધે રચેલા છે. આ પ્રબંને ધર્મશાસ્ત્રમાં એવી રીતે ગોઠવેલા જોવામાં આવે છે કે, દંપતીમાં પરસ્પર સનેહ વધે, આરોગ્ય વધે, આયુષ્ય વધે અને સંસાર સુખરૂપ નીવડે. તેમાં પ્રથમ શરીરની તંદુરસ્તી ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે આ સૌભાગ્યસુંદરીવ્રત તેને એક નમૂન છે. એ વ્રત દર માસની કૃષ્ણતૃતીયા એટલે અંધારી ત્રિીજને દિવસે કરવાનું છે અને બાર માસ સુધી દર માસે ત્રીજને દિવસે વ્રત કરી બાર માસ પછી તેનું ઉદ્યાપન કરવાનું છે. પરંતુ અમારો મત એ છે કે, સ્ત્રી અને પુરુષે જન્મપર્યન્ત દર માસે એ વ્રત કરવું કે જેથી તુના ગુણધર્મ પ્રમાણે શરીરમાં જે વિક્રિયા થતી હોય તે દૂર થાય અને શરીર સદા તન્દુરસ્ત રહે. હવે આ વ્રતના સંબંધમાં દેવીની પૂજા કરતાં દેવીની અમુક પુષ્પ વડે પૂજા કરવી, અમુક ફળને અર્થ આપ, અમુક વસ્તુનું નૈવેદ ધરાવવું, પછી અમુક વસ્તુ પતે ખાવી એવું લખ્યું છે. તેને ભાવાર્થ એ સમજવાને કે, પૂજાની સામગ્રી વગેરે વ્રત કરનારે દેવીના પ્રસાદ તરીકે ખાવાની, પીવાની તથા વાપરવાની છે. એટલે આપણા શરીરમાં વધતા-ઘટતા દેનું શમન થાય છે. અમે જે લખીએ છીએ તે વ્રતરાજના સૌભાગ્યસુંદરીવ્રતને ઉતારે આપીએ છીએ,
For Private and Personal Use Only