________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
શ્રીયુત નિબંધમાળા-ભાગ ૨ જી
તે રજનીમાં વરસતા રજને મનુષ્યનાં શરીરમાં દાખલ કરવા માટે નવરાત્રીમાં સ્ત્રીપુરુષાને ગરબા ગાવાનું તથા તે જોવાને બહાને ચંદ્રનાં કિરણમાં ફરવાનું ઠરાવવામાં આવ્યું છે. આથી કાઇ પણ વખતે રાત્રીએ મહાર નહિં નીકળનારાં સ્રીપુરુષા અને બાળક આસો સુદ પડવાથી તે આસા વિદ પાંચમ સુધી ગરબા નિમિત્તે મહાર નીકળી ચંદ્રનાં કિરણ પેાતાનામાં ધારણ કરે છે. અને છેલ્લે આસા સુદિ પૂનમ કે જે માણેકઠારી પૂનમ અથવા શરદપૂર્ણિમાં કહેવાય છે, તે દિવસે શરદઋતુમાંથી નિવિઘ્ને પસાર થયેલા મનુ ચ્ચે આનંદથી પૌઆપૂનમના ઉત્સવ કરે છે; પરંતુ દિલગીરી એટલી છે કે, નવરાત્રીના દિવસેામાં માતાના રજના વિચાર તથા ચંદ્રકિરણમાંથી લેવાનું અમૃત ભૂલી જઇને, દેવીને બહાને અસંખ્ય જીવાની નિર્દયપણે હિંસા કરવામાં આવે છે..ડાકી જો નવરાત્રીના નવ દિવસમાં રસપૂર્ણ થયેલું સૂણુ બાફીને અથવા તળીને તેનાજ આહાર ઉપર નવ દિવસ રહેવામાં આવે, તે આખી દુનિયામાંથી હરસના રોગ નાશ પામે ! અને પૂનમને દિવસે દૂધને ગરમ કરી, પોઆને પલાળી, તે બેઉને ભેગાં કરી, ચંદ્રની ચાંદનીમાં ( અજવાળમાં ) ધરી રાખવાથી જેમ ચંદ્રનાં કિરાથી નદીસરાવર વગેરેનું પાણી અશ્ક એટલે અમૃતરૂપ બને છે; તેમ દૂધ અને પૌઆ ચાંદનીમાં જ્યાં સુધી ચદ્રનાં કિરણ સીધાં આવે ત્યાં સુધી તેને ઠરવા દઈ પછીથી ચાંદનીમાં મેસી તે ખાવાથી, શરીરની ભીતર અને મહાર અંગેઅંગમાં શીતળતા પ્રસરી પિત્તનો અને વિષની શાંતિ થાય છે. પરન્તુ આપણા લેક દૂધ અને પૌઆની સાથે ગલકાંનાં ભજિયાં, વખતે પાતરાં અને આખી ગવારફળીનું શાક કરીને ખાય છે અને પછી ચાંદનીમાં માહેરમાં ફરવા નીકળે છે; ત્યાં અધૂરામાં પૂરું સેવગાંઠિયા, મમરા, બરફી, ઘારી, મગજ, ભજિયાં, પૂરી વગેરે ભારેમાં ભારે ખારાક ખાઈ, ચંદ્રની શીતળ
For Private and Personal Use Only