________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અને દરેક વ્રતની આખરે મગ અને ભાત ખાવાનું ફરમાન હોવાથી વાયુના કેપથી મળ સુકાય નહિ. શરદમાં પિત્તને કેપવાને સંભવ રહે નહિ, એવા હેતુથી ખાસ કરીને શ્રાવણ માસમાં દરેક કેમના રક્ષણ માટે સર્વને અનુકૂળ પડે એવાં જુદી જુદી જાતનાં વ્રતે ગોઠવવામાં આવ્યાં છે, કે જેથી શરદઋતુમાં ઉપદ્રવ થાય નહિ. અને શરદને તથા હેમંતના આદિના દિવસો કે જેને “યમના દાંત' કહ્યા છે, તે દાંતમાં એટલે યમની દાઢમાં સપડાતાં બચી જવાય. પરંતુ દિલગીરી એટલી છે કે, જે વ્રતમાં જે રીતને આહારવિહાર કરવાનું કહેલું છે, તે વ્રતમાં તે આજ્ઞાને ભંગ કરી વતને બગાડી નાખવામાં આવે છે, તેથી શરદને પિત્તમાં સપડાઈ જવું પડે છે. દાખલા તરીકે વિશેષ વ્રત વિશેષ લેકે કરે છે, પરંતુ સામાન્ય લોકોને માટે ચાતુર્માસની આઠ અગિયારસ કરવાને રિવાજ સાધારણ છે. તેમાં પણ ખાસ કરીને અષાડ અને શ્રાવણની અગિયારસે ઘણા લેકે કરે છે. તે અગિયારસ કરવાની એવી આજ્ઞા છે કે, દશમને દિવસે એક વાર જમવું અને અગિયારસને દિવસે ઉપવાસ કરી તળશીના પાંદડા ઉપર રહે એટલે ફળાહાર કરો. અને જેનાથી ઉપવાસ ન થઈ શકે તેણે ફળાહાર કરીને રહેવું. પછી બારસને દિવસે બપોરે મગ અને ભાતનું ભેજન કરવું જેથી એકાદશીનું મહાપુણ્ય પ્રાપ્ત થાય. પરંતુ તે વાતને બાજુએ મૂકી આજે તે અગિયારસ કરવી છે એટલે રાજગરાની પૂરી અથવા સાબૂચેખાની કાંજી બનાવવી. દૂધને ઠેકાણે દૂધની મલાઈ, બાસૂદી, પેંડા, બરફી અને શિખંડ બનાવ! ફળના બદલામાં રતાળુ, સકરિયાં અને સૂરણનાં શાક બનાવવા! કાચાં કેળાંને સૂકવીને દળીને તેના લેટના લાડુ, પૂરી અને શીરો બના વ તથા વિવિધ પ્રકારની વાનીઓ તૈયાર કરી ઉપવાસના દિવસમાં અગ્નિને પ્રદીપ્ત કરવા માટેનાં ફળો ખાવાને બદલે રાજગરાની
For Private and Personal Use Only