________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતુ-દર્પણ
૨૭૫ ના દીવા તરીકે મોટી મસાલે કે જેના ભડકા બબ્બે ગજ ઊંચા થાય તે લઈને ફરે છે. દરેક મહેલ્લામાંથી આવું એકેક ટેળું નીકળી હારબંધ લગ્નના વરઘોડામાં ઉત્તમ વસ્ત્રો પહેરાય છે તેવાં વસ્ત્રો પહેરીને, રાતના આઠ વાગ્યાથી તે બે વાગતાં સુધી જરા પણ દમ ખાધા વિના પોતાના જિલ્લામાં ફરે છે. એટલે વાજિંત્રના નાદને અથવા કેઈ પણ નાદને એવો સ્વભાવ છે કે, તે નાદ વાતાવરણમાં લીન નહિ રહેતાં અમર રહે છે અને જેમ વાયુ પિતાની સાથે બીજા કને લઈને વહે છે, તેમ નાદ પણ હુતદ્રવ્યને લઈને જ્યાં જ્યાં આકાશ હોય ત્યાં ત્યાં પસરી વાતાવરણના છેલ્લા પડ સુધી જઈ શકે છે. એટલે ગ્રીષ્મઋતુમાં ઊપજનારાં ઝેરી જંતુઓનો નાશ કરવાના એક મોટામાં મોટા સાધનની ઘણા પ્રાચીન કાળથી શેધ થયેલી છે. હાલમાં માત્ર દિલગીર થવા જેવું એટલું જ છે કે, તે વાજિંત્રો વગાડનારાં ટેળાં ઘટતાં જાય છે તથા દિવેલને ઠેકાણે ઘાસતેલની મસાલે થાય છે અને હેળી માં હેમેલાં નાળિયેરેને કેટલાક લોકો બહાર કાઢી ફેડી ખાય છે, તેથી હવામાં જેતે સુધારો થતું નથી. આ વાત ઉપર આપણા દેશની તમામ પ્રજાએ પુષ્કળ ધ્યાન આપવાનું છે અને હોળીના ઉત્સવની પ્રથાને તુચ્છ નહિ ગણતાં જ્યાં જ્યાં એ રિવાજ બંધ થયે હોય ત્યાં ત્યાં પાછા ચાલુ કરે જોઈએ અને તેમાં પુષ્કળ નાળિયેર હોમીને પુષ્કળ વાજિંત્રો વગાડવાં જોઈએ. તે પછી ચિત્ર સુદિ પૂનમે એટલે વસંતના અંતમાં અને ગ્રીષ્મની શરૂઆતમાં ચૈત્રી પૂનમ એ હિંદુ માત્રને યાત્રાને દિવસ ગણાય છે. તે દિવસે જૈને તથા હિંદુઓ ખાસ કરીને પોતપોતાના માનેલા તીર્થમાં યાત્રાળે જાય છે અને નદી, સરોવર કે તળાવમાં ઠંડે પાણીએ નહાય છે; અને યાત્રા ગયેલા અથવા નહિ ગયેલા લોકે પણ યાત્રાનું મોટું પર્વ ગણીને તે દિવસે ખાટી કેરીમાં ગોળ નાખીને તેનું ગરમાણું અથવા વૈદ
For Private and Personal Use Only