________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
બન્યા પછી તેનું વીર્ય ફળરૂપ ગણાય છે, તેમ છતુઓના સંચય, પ્રકેપ અને શમનરૂપ આવૃત્તિથી તેના ફળરૂપ જગતમાં આરોગ્ય વ્યાપી રહે છે. જેમ તુના હીન, મિથ્યા અને અતિવેગથી જીવજંતુ અને વનસ્પતિઓમાં તેના ગુણધર્મનું વિષમ પણું ઉત્પન્ન થાય છે, તેમ તેવા પદાર્થોના દર્શનથી, સ્પશનથી, સ્વાદથી, ખેરાકથી કે સંસર્ગથી તેવી જાતનું વિષમ પણું મનુષ્ય શરીરમાં ઉત્પન્ન થાય છે, જેને આપણે દુઃખ, રેગ કે મેતના નામથી ઓળખીએ છીએ.
વર્ષા, શરદ અને હેમંતનું વર્ણન કરતાં ખાટે, ખારે અને મધુર રસ બળવાન થાય છે એમ કહ્યું, એટલે તે સે ગર્ભમાં બળવાન થાય છે તેનું નિરાકરણ ઉપર કરવામાં આવ્યું. હવે શિશિર, વસંત અને ગ્રીષ્મ એ ત્રણ ત્રાતુઓનું દક્ષિણાયન થાય છે, તેમાં શિશિરમાં કડ, વસંતમાં તૂરો અને ગ્રીષ્મમાં તીખો રસ બળવાન થાય છે. ઋતુને સંચય, કેપ અને શમન તપાસતાં સમજાય છે કે, દરેક રસ ત્રણ ત્રણ ઋતુ પછી પ્રકેપને પામી તેની શાંતિ થાય છે. જેવી રીતે ગ્રીષ્મઋતુમાં તીખા રસને સંચય થાય છે, એટલે તીખે રસ પ્રત્યક્ષ નહિ જણાતાં વનસ્પતિના ગર્ભમાં બળ પામે છે તે તીખે રસ વર્ષના અંત પછી શરદમાં કેપ પામી શરદને અંતે એટલે હેમતમાં તેનું શમન થાય છે. તેથી તીખા રસપ્રધાન વનસ્પતિ જેવી કે આદુ, મરચાં મરેઠી વગેરે ફળરૂપ પૂર્ણ અવસ્થામાં, હેમંતની શરૂઆતમાં જ્યારે પિત્તનું શમન થાય છે ત્યારે, પ્રત્યક્ષ દેખાય છે અને તે પછી તે વનસ્પતિઓ એટલે તીખા રસવાળી ફળરૂપે જણાતી નથી. તે પ્રમાણે હેમંતઋતુને કડવે રસ જે ગર્ભમાં રહી વસંતમાં વૃદ્ધિ પામી ગ્રીષ્મમાં શાંત થાય છે, એટલે લીમડા, સરગવા આદિ કડવા રસપ્રધાન વનસ્પતિને ફળફૂલ આવો તેની નિવૃત્તિ થાય છે, તે પ્રમાણે વસંતઋતુમાં
For Private and Personal Use Only