________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પઋતુ-દર્પણ
ક, પુષ્ય ૩, અશ્લેષા ૫, મઘાપ, પૂર્વ ર, ઉત્તરા ૨, હસ્ત પ, ચિત્રા ૫, સ્વાતી ૧, વિશાખા ૪, અનુરાધા૪, જેષ્ઠા ૩, મૂળ ૧૧, પૂર્વાષાઢા ૩, ઉત્તરાષાઢા ૪, અભિજિત ૩, શ્રવણ ૩, ધનિષ્ઠા, શતભિષા ૧૦૦, પૂર્વાભાદ્રપદ ૨, ઉત્તરાભાદ્રપદ ૨, રેવતી ૩ર એમ તારાઓનાં એ ૨૮ નક્ષત્રો બનેલાં છે. તેમાં અભિજિત સંધિગત હોવાથી પ્રત્યક્ષ નહિ ગણતાં ૨૭ નક્ષત્રો ગણીને તેને ૧૨ રાશિમાં ગોઠવેલાં છે. તે ૨૭ નક્ષત્રો પૈકી અશ્વિની, ભરણી, મઘા, પૂર્વાફાગુની, ઉત્તરાફાલ્ગની, સ્વાતિ, વિશાખા પૂર્વા ભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા એ નવ નક્ષત્રો ઉત્તરાચારી, એટલે આકાશના ઉત્તર ભાગમાં રહેલાં છે. તથા કૃત્તિકા રહિણી, પુષ્ય, અશ્લેષા, ચિત્રા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા અને રેવતી એ નવ નક્ષત્રો મધ્યચારી એટલે આકાશના મધ્ય ભાગમાં રહેલાં છે. મૃગશીર્ષ, આદ્ર, પુનર્વસુ, હસ્ત, અનુરાધા, જયેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, એ નવ નક્ષત્રે દક્ષિણાચારી એટલે આકાશમાં દક્ષિણ ભાગમાં ગોઠવાયેલા છે. એ ૨૭ નક્ષત્રો, ૧૨ રાશિએ અને ૯ ગ્રહે એ દરેકને વિષુવવૃત્ત એટલે આકાશગંગાની નીચેથી ફરવા માગે છે. જેમ જેમ સૂર્ય રાશિને ભગવતો જાય અને એક અયનમાંથી બીજા અયનમાં જાય, તેમ તેમ આકાશગંગાના છેડા ઉત્તરાભિમુખ અને દક્ષિણાભિમુખ વાંકા થતા જાય છે. હવે એ ૧ર રાશિમાં ચંદ્ર સવાબે દિવસમાં ૧ રાશિ ભગવે છે અને સૂર્ય ૧ માસે ૧ રાશિ ભેગવે છે. તે ઉપરથી સૂર્ય ૧૨ રાશિની બનેલી ૬ ઋતુઓનાં બે અયનમાં ૧ વર્ષમાં ફરી રહે છે, અને ચંદ્ર બારેરાશિ ૧ માસમાં ફરતો હોવાથી તે દિવસને ૧ ચાન્દ્રમાસ ગણવામાં આવે છે. એ ચાન્દ્રમાસ અને સૌર્યમાસની ગણતરીમાં ફેર આવવાથી પાંચ વર્ષમાં એટલે એક કાળચક્રમાં બે અધિક માસ આવે છે. અધિક માસ તે ગણાય છે કે, જેમાં સૂર્ય સંક્રાંતિ બદલે નહિ. એટલે જે માસમાં સૂર્યસંક્રાંતિ હોય નહિ તે અધિકમાસ
For Private and Personal Use Only