________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતુ-દર્પણ
૨૬૭
-
-
-
અવેલેકન કરવાની જરૂર છે, કારણ કે તુને હીન, મિથ્યા કે અતિગ જાણવાને સહેલામાં સહેલે અને દરેક મનુષ્ય વૈદ્ય) અવેલેકન કરી શકે તે રસ્તે જાણવાની આપણને જરૂર છે.
એટલું તે યાદ રાખવું જોઈએ કે કઈ પણ જાતુમાં કઈ પણ એકલા રસને સંચય, કે ૫ કે શમન થતું નથી, પરંતુ દરેકમાં એક દોષને સંચય,એકને કેપ અને એકનું શમન થાય છે જેથી ઋતુના અવલોકનમાં કેટલાકને ભ્રમ ઉત્પન્ન થાય છે. પણ જે એકજ દેષ કોપે અથવા એકજ રસને સંચય થાય અને બીજા રસો શાંત થઈ જાય, તે તે વિષરૂપ બની આખા વિશ્વને નાશ કરે. જેમ મનુષ્ય શરીરમાં વાયુ, પિત્ત અને કફ પિકી એક દેષ કોપે છે તે તેની સાથે પણ બીજા દેશ હીનપણે રહી શકે છે અને તેથીજ રોગી માણસ ઘણા કાળ સુધી જીવી શકે છે. તે પ્રમાણે
તુમાં પણ સંચય, કોપ અને શમનની ક્રિયા ચાલતી હોવા છતાં તેને સમૂળ નાશ થતું નથી. એટલે આપણે એમ જાણવું જોઈએ કે, પ્રવૃષાતુ જે વર્ષાને પ્રથમ કાળ છે તેમાં વાયુને કેપ અને પિત્તને સંચય થાય છે. એટલે જે ગુણી વનસ્પતિને પ્રાદુર્ભાવ જણાય છે, જેથી વનસ્પતિને ધેળાં ફૂલ વિશેષ કરીને આવે છે. પણ જ્યારે વર્ષાકાળ સંપૂર્ણ રૂપમાં આવે છે ત્યારે જે જે વનસ્પ તિમાં પિત્ત બળવાન થાય છે તેને પીળાં ફૂલ આવવા માંડે છે અને જે જે વનસ્પતિમાં પિત્ત બળવાન થઈ ઉપર કફનું આચ્છાદાન થતું જાય છે, એટલે તે વનસ્પતિનાં ફૂલેમાં રાતે રંગ વધતે જાય છે. તે પછી શરદઋતુમાં જ્યારે પિત્તને કેપ થાય છે ત્યારે પિત્તના ગુણધર્મ પ્રમાણે તમામ વનસ્પતિને પીળાં અને ભૂરાં એટલે પિત્તના રંગ જેવાં પુષેિ આવે છે. તે પીળાં પુષમાં જેમ જેમ કફનું આચ્છાદન થતું જાય છે તેમ તેમ તેમાં રાતે રંગ ઉમેરાતા જાય છે. જેમ જેમ રાતે રંગ વધતું જાય છે તેમ તેમ
For Private and Personal Use Only