________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડતુ-દર્પણ
૨પ૭ પ્રધાન મધુરરસ એટલે મધુરને પ્રથમ ભાગ કે જેને આપણે મોળે રસ કહીએ છીએ તેની અતિશયતા દેખાય છે. જેમ જેમ વરસાદ આવતા જાય છે અને પૃથ્વીમાં પાણીનું સિંચન થાય છે, તેમ તેમ મેળે રસ (જો કે બીજી સેના તત્વવાળી વનસ્પતિ ઉગેલી હોય છે તે પણ તેમાં) તેના મૂળ રસવાળે વાદ નહિ આવતાં મેળાપણું વિશેષ કરીને હેય છે. વર્ષાઋતુમાં પિત્તને સંચય થવાથી જેના ગર્ભમાં તીખા અને કડવા રસો હોય છે, તે વનસ્પતિઓ અકદમ વધવા માંડે છે. તેવી જ રીતે જેના ગર્ભમાં મધુરરસ હોય છે તે માળા રસના નામથી જ્યાં સુધી પિતાને સંપૂર્ણ મધુરતા મેળવવાને કાળ આવે નહિ ત્યાં સુધી વધ્યા કરે છે. એ પ્રમાણે યે રસમાં ગોઠવાયેલી ૬૩ સ્વાદવાળી કેટલીક વનસ્પતિઓ ઊગીને વધે છે અને કેટલીક વનસ્પતિઓનાં બીજ કે જેઓ સંપૂર્ણ પિત્તપ્રકૃતિનાં છે, તેઓ જમીનમાં રહીને પિવાય છે. દાખલા તરીકે વર્ષાઋતુની શરૂઆતમાં કડવા રસની વનસ્પતિ એટલે કુંવાડિયા, કાચકી, કડુ, કરિયાતું વગેરે ઉગવા માંડે છે. પરંતુ જ્યારે શરદઋતુમાં પિત્તને કેપ થાય છે ત્યારે જ તે સંપૂર્ણ રસવાળી થાય છે. વર્ષાઋતુની શરૂઆતમાં જ્યારે ગ્રીષ્મઋતુને ભેગા હોય છે, ત્યારે ગ્રીષ્મના અગ્નિતત્વને લીધે અગ્નિતત્વને સ્વાદ ખાટે હવાથી ગ્રીષ્મને અંતે અને વર્ષની શરૂઆતમાં જંતુઓમાં અને વનસ્પતિઓમાં રાતે રંગ પ્રવેશ પામે છે. આથી રાતા રંગના કીડાઓ જમીનમાં પાકે છે અને વૃક્ષો ઉપર કરેણ, બરિયા, ગુલબાસ અને જાસૂદ જેવાં ખાસ રાતા રંગનાં ફૂલે આવતાં જણાય છે. પછી જેમ જેમ સૂર્ય કર્કસંક્રાંતિ પૂરી કરી સિંહસંક્રાંતિને ભેગવતે જાય છે, તેમ તેમ રાતા રંગનાં પુછપ અને જંતુઓ બદલાઈને ગુલાબી રંગ ધારણ કરે છે. એટલે કળગાયે, ભાદરવા નામના કીડા અને અળસિયાં ગુલાબી રંગ ધારણું આ. ૯
For Private and Personal Use Only