________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પૂનમે વસંતત્રતુ પૂર્ણ થઈ અને જેઠ સુદ પૂનમે ગ્રીષ્મઋતુ પૂર્ણ થઈ એમ માને તે કાંઈ વધારે ફેરફાર જણાશે નહિ. જેમ ચાલુ નિયમ પ્રમાણે આ વર્ષના ચેત્રી પંચાંગમાં ૧૪ મી જાન્યુઆરીએ એટલે પિષ વદ ૯ ને દિવસે શિશિરઋતુ અને તેની સાથે ઉત્તરાયણ શરૂ થાય છે. પરંતુ ખરી રીતે જોતાં ૬ ઠ્ઠી ડિસેમ્બર ના દિવસથી દિવસ વધવા માંડે છે, એટલે ૧૪મી તારીખમાંથી અથવા પોષ વદ ૮ માંથી ૨૩ દિવસ બાદ કરીએ તે માગશર સુદ પૂનમે શિશિરઋતુ બેઠી. એટલે શિરઋતુ આદિથી ઉત્તરાયણ શરૂ એ વાત અમારા વિદ્વાન જેશી-મિત્ર અને કવિ દલપતરામના મતને બંધબેસતી આવે છે. એટલે જુદા જુદા આચાર્યોના અને જુદા જુદા ગ્રંથના તથા જુદાં જુદાં પંચાંગના વાદવિવાદને નિર્ણય આ વાત ઉપરથી સ્પષ્ટ સમજાય છે, પછી ઋતુના બેસવા અને ઊતરવામાં, સંક્રાંતિના પ્રવેશકાળ અને અંતકાળમાં પંચાંગમાં એક-બે તિથિને ફેરફાર આવે તે પણ કવિ દલપતરામ અને જોશી મહારાજ ભાનુશંકરભાઈને વિચારમાં કાંઈ વાંધે આવતું નથી. આટલો નિર્ણય કર્યા પછી તુના ગુણધર્મ પ્રમાણે વાતાવરણમાં જે ફેરફાર થાય છે અને તે ફેરફારથી હવા, પાણી, વનસ્પતિ અને જીવજંતુ ઉપર અસર થવાથી તેની વૃદ્ધિ અથવા હાસનો નિર્ણય કરી શકાય છે. તે નિર્ણય કરવા માટે અમારા વૈદ્યમિત્રોએ પિતાની અવલોકનશક્તિને કેવી રીતે વધારવી તેને માર્ગદર્શક નિશ્ચય હવે પછી લખીએ છીએ.
સુકૃતાદિ આયુર્વેદના ગ્રંથે આપણને શીખવે છે કે વર્ષાનાતુમાં બાટે રસ બળવાન થાય છે, શરદતુમાં ખારો રસ બળવાન થાય છે, હેમંતઋતુમાં મધુરસ બળવાન થાય છે, શિશિરઋતુમાં કડવે રસ બળવાન થાય છે, વસંતઋતુમાં તૂરો રસ બળવાન થાય છે અને ગ્રીષ્મઋતુમાં તીખો રસ બળવાન થાય છે. એટલા
For Private and Personal Use Only