________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરતુ-દર્પણ
૨૪
ગ્રીષ્મઋતુ પૂરી કરેલી છે, તે મને પુષ્ટિ આપી છે. સારંગધર મેષ અને વૃષભ સંક્રાંતિને ગ્રીષ્મઋતુ, મિથુન અને કર્ક સંક્રાંતિ ને પ્રાવૃષબતુ, કન્યા અને સિંહ સંક્રાંતિને વર્ષાઋતુ, તુલા અને વૃશ્ચિક સંક્રાંતિને શરદઋતુ, ધન અને મકર સંક્રાન્તિને હેમંત
તુ અને કુંભ તથા મીન સંક્રાંતિને વસંતઋતુ ગણે છે. એટલે હેમંત, વસંત અને ગ્રીષ્મ એ ત્રણ તુનું ઉત્તરાયણ તથા પ્રાવૃષ, વર્ષા અને શરદ એ ત્રણ ત્રાતુનું દક્ષિણાયન માને છે. કવિ દલપતરામ જેઠ સુદ પૂનમથી વર્ષાઋતુ, શ્રાવણ સુદ પૂનમથી શરદઋતુ, આ સુદ પૂનમથી હેમંતઋતુ, માગસર સુદ પૂનમથી શિશિર ઋતુ, મહા સુદ પૂનમથી વસંતઋતુ અને ચૈત્ર સુદ પૂનમથી શ્રીમ
તુ બેડી એમ માને છે, જ્યોતિષશાસ્ત્રના પંચાંગ પ્રમાણે કર્ક અને સિંહ સંક્રાન્તિમાં વર્ષાઋતુ, કન્યા અને તુલા સંકતિમાં શરદહતુ, વૃશ્ચિક અને ધન સંક્રાંતિમાં હેમંતઋતુ, મકર અને કુંભ સંક્રાંતિમાં શિશિરઋતુ, મન અને મેષ સંકાન્તિમાં વસંતઋતુ અને વૃષભ અને મિથુન સંક્રાન્તિમાં ગ્રીષ્મઋતુ ગણેલી છે.
ઉપર પ્રમાણે અવલોકન કરતાં આપણે પ્રથમ શિશિર અને પ્રાવૃષાતુને નિર્ણય કરવાની જરૂર પડે છે. જે એને નિર્ણય ન થાય તે ત્રએ સાત ગણવી પડે, કારણકે પ્રાવૃષ અને શિશિરઋતુઓ કાંઈ પર્યાયવાચક શબ્દ નથી, પરંતુ પ્રાકૃષઋતુ ગ્રીષ્મને અંતે અને શિશિરઋતુ હેમંતને અંતે આવે છે અને તે પ્રમાણે ગણતાં ત્રણ ત્રણ ઋતુનું એકેક અયન થવાને બદલે એક અયનમાં ચાર તુ ગણવી પડે અને જે તેમ ન ગણીએ તે એક તરફ માસું ચાર વસ્તુનું અથવા શિયાળે ચાર ઋતુને ગણ પડે પણ તેમ ગણવું એ વાસ્તવિક કહેવાય નહિ. પરંતુ જે પ્રવૃષાતુને વર્ષોત્રતુને પર્યાયવાચક શબ્દ ગણીએ તે છ ઋતુની ગણના બરાબર આવી રહે. એટલે
For Private and Personal Use Only