________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પઋતુ-કર્ષણ
૨૩૭
અક્ષરને ઉકેલવા માટે, તેને જ્ઞાનની સમજ મેળવવા માટે ઈશ્વરના સ્વરૂપનું દર્શન કર્યા સિવાય એ ગુપ્ત ભેદની ગાંઠ ઉકેલી શકાય એમ નથી. જે આપણને ઈશ્વરના ગુપ્ત રહસ્યની ગાંઠ ઉકેલવાની ઈચ્છા હોય તે ઈશ્વરનું સ્વરૂપ એટલે આ કુદરતી સૃષ્ટિનું દર્શન અથવા અવકન કરવાને અભ્યાસ પડે જોઈએ. જ્યાં સુધી કુદરતના નિયમ પ્રમાણે ચાલતા સુષ્ટિકમ સમજવામાં નહિ આવે ત્યાં સુધી ઈશ્વરના જ્ઞાનનું ગુપ્ત રહસ્ય કેઈના પણ જાણવામાં આવી શકે એવું નથી.
આ જગતમાં કાળ–એને ભગવાન, સ્વયંભૂ, અનાદિ અને સમર્થ માનેલો છે, એટલે એ કોઈને ઉત્પન્ન કરેલ નથી. તેમ એ આદિથી, મધ્યથી અને અંતથી રહિત છે. રસવાળા પદાર્થોનું વધવું તથા ઘટવું અને માણસોનું જીવવું તથા મરવું કાળને આધીન છે. એ પદાર્થ જરા વાર પણ ભતે નથી તેથી, અથવા સંહારવાથી સર્વે પ્રાણીઓને એકઠાં કરી નાખે છે તેથી, અથવા પ્રાણીઓને સુખદુઃખોમાં જડી દે છે તેથી, અથવા સર્વને સંક્ષેપ કરી નાખે છે તેથી, અથવા સર્વને મરણની સમીપમાં લઈ જાય છે તેથી કાળ કહેવાય છે. મેટી શક્તિવાળા સૂર્યનારાયણ પિતાની ગતિના વિશેષથી (ઉદયાસ્તથી) એ વર્ષરૂપ શરીરવાળા કાળના અક્ષિનિમેષ, કાષ્ટા, કળા, મુહુર્ત, અહોરાત્ર પક્ષ, માસ, તુ, અયન, સંવત્સર અને યુગ એ નામના વિભાગો કરે છે. એ વિભાગમાં એક લઘુ સ્વરનું ઉચ્ચારણ કરવામાં જેટલે વખત લાગે છે તેટલા વખતને અક્ષિનિમેષ કહે છે. ૧૫ અક્ષિનિમેષ થાય ત્યારે કાષ્ટા કહેવાય છે. ૩૦ કાષ્ટ થાય ત્યારે કળા કહેવાય છે, ૨૦ કળા થાય ત્યારે મુહૂર્ત કહેવાય છે. ૩૦ મુહૂર્ત થાય ત્યારે અહોરાત્ર એટલે દિવસ અને રાત્ર કહેવાય છે. અને ૧૫ અહોરાત્ર થાય ત્યારે પક્ષ કહેવાય છે. શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષ એ રીતે
For Private and Personal Use Only