________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
બે પ્રકારના પક્ષ છે. બે પક્ષ થાય ત્યારે એક માસ કહેવાય છે. બે માસની એક તું થાય છે. છ સંક્રાંતિનું એક અયન થાય છે. એવી રીતે દક્ષિણાયન અને ઉત્તરાયણ એ બે અયન મળીને વર્ષ થાય છે. અને એવાં પાંચ વર્ષો થાય ત્યારે યુગ એવા નામને પ્રાપ્ત થાય છે. ચકની પેઠે ફર્યા કરતે નિમેષથી માંડીને યુગ સુધીને જે કાળ તે કાળ-ચક કહેવાય છે, એવું આયુર્વેદના જ્ઞાતા મહર્ષિ રાતાચાર્યનું માનવું છે. એ કાળનું સ્વરૂપ જેમ જેમ સમજાતું જાય તેમ તેમ ઈશ્વરની કૃતિનું કહો કે કાળ–ભગવાનની કૃતિરૂપ કહે, પણ આ પંચભૂતાત્મક અને વરસાત્મક રૂપે જણાતી કુદરતની લીલામાં આનંદ દેખાતો જાય છે. જો કે સૃષ્ટિની અદ્ભુત રચના અને તેનાં જુદાં જુદાં દ્રવ્ય, જુદા જુદા ગુણ, રસ, અને વિષાકવાળા, જુદી જુદી આકૃતિના તથા જુદા જુદા ધર્મવાળા, રૂપ, રંગ, આકૃતિ, સ્વાદ અને જુદી જુદી શક્તિવાળા જોવામાં આવે છે, તે ઉપરથી એવી રચના રચવાનું ગુપ્ત રહસ્ય શું છે, અને તે આપણાથી જાણી શકાય એવું છે કે કેમ, એને વિચાર કરવાની આપણને આવશ્યકતા જણાય છે. પ્રત્યક્ષરૂપે આપણને આપણી પૃથ્વી, પૃથ્વી ઉપરના પદાર્થો, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીને લાગુ પડતાં નક્ષત્ર તથા ગ્રહો જણાય છે અને તેને વધવાઘટવાને, હાલવાચાલવાને, પેદા થવા અને મરવાનો, ઉત્પન્ન થવા અને વધવાને કાળ નિશ્ચિત કરવામાં આવેલું છેપણ તે કેવી રીતે, શા કારણથી, વધઘટે કે જમેમરે છે, તે આપણી આંખે જોઈ શકાતું નથી. દાખલા તરીકે એક માણસ ગર્ભમાં ઉપસ્થિત થઈ બાળકરૂપે જન્મે છે, જમ્યા પછી યુવાવસ્થાને પામી વૃદ્ધા વસ્થા ગવી મૃત્યુને શરણ થાય છે ત્યાં સુધીમાં તે કયા સમયમાં કેટલે વળે, કાલના કરતાં આજ કેટલે વળે, તે જોવા-જાણ વામાં આવતું નથી; માત્ર કાળચકને એક ફેરે થાય ત્યારે આ
For Private and Personal Use Only