________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ
મા
-
-
-
-
-
-
-
-
માંથી શીત વધુઓછા પ્રમાણમાં થાય છે. એટલે જે પ્રમાણે ગરમી અને શીત ઓછાં થતાં જાય તે પ્રમાણેના જી, ઓષધે, વનસ્પતિઓ તથા સ્થાવરજંગમ તમામ પૃથ્વીની વિભૂતિને ઉદય અને અસ્ત જણાતા જાય, એ પ્રમાણે જ્યારે નિયમિત વ્યવહાર ચાલે છે તે પછી જગતમાં જે જાતની જુદા જુદા વર્ષમાં, જુદા જુદા માસમાં અથવા જુદી જુદી ઋતુમાં જે અવ્યવસ્થા દેખાય છે તેનું કારણ શોધવાની આપણને આવશ્યકતા જણાય છે. ઉપર આપણે જોઈ ગયા છીએ કે પૃથ્વી સૂર્યને આકર્ષણથી પિતાની ધરી પર ફરતી સૂર્યની આસપાસ ફરે છે, અને સૂર્યનાં કિરણે પૃથ્વી ઉપર અસર નિપજાવે છે. તેની સાથે સૂર્યમાળામાં સૂર્યની આસપાસ ફરતા બીજા ગ્રહે પણ પિતાનાં કિરણે પૃથ્વી તરફ ફેંકતા જાય છે, જેથી પૃથ્વી ઉપર જુદી જુદી અવ્યવસ્થા દેખાય છે. કારણ કે પૃથ્વીની આસપાસ ફરતા ગ્રહે પિતપતાના સ્વરૂપ પ્રમાણે જુદા જુદા સ્વભાવના હોવાથી જુદા જુદા રંગનાં કિરણે પૃથ્વી તરફ ફેકે છે, એટલે સૂર્યનાં સાત કિરણ (રશ્મિ)ના સાત રંગો પૃથી ઉપર આવે છે. તેમાં બીજા ગ્રહોના જુદા જુદા રંગવાળાં કિરણે મળવાથી સૂર્યનાં કિરણના રંગમાં ફેરફાર થઈ જાય છે, અને એ ફેરફારની અસર વાતાવરણમાં થવાથી તે વાતાવરણને લીધે જતુઓમાં, વનસ્પતિઓમાં, પ્રાણીઓમાં અને મનુષ્યમાં ફેરફાર થાય એટલું જ નહિ, પણ તેના રસ, ગુણ, વીર્ય, વિપાક અને શક્તિમાં ફેરફાર થાય છે; એટલે જે વખતે જે જાતનું વાતાવરણ જોઈએ તે મળી શકતું નથી.
સૃષ્ટિની રચના જતાં તેનું બંધારણ એવું ગઠવવામાં આવ્યું છે કે સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા દેહધારી જે પકી મનુષ્ય કે જે ઉત્તમ પ્રાણી ગણાય છે અને જે ઈશ્વરી જ્ઞાન મેળવીને ઈશ્વરની સમીપ જવાને માટેનાં સંપૂર્ણ સાધન ધરાવે છે, તેનું
For Private and Personal Use Only