________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
પડતુ-પણ માણસનું શરીર આટલું વધ્યું, જુવાન થયું, ઘટ્યું કે ઘરડું થયું એમ સમજી આપણે એ માણસ માટે છે એમ કહીએ છીએ.
એટલા ઉપરથી સમજાશે કે જગતના પરિવર્તનમાં સૂર્ય એક રાશિમાં પ્રવેશ કર્યા પછી જેમ જેમ એટલે જેટલે અંશે તે રાશિને ભગવતે જાય છે, તેમ તેમ તે રાશિઓની બનેલી હતુઓમાં ફેરફાર થતો જાય છે અને તે ફેરફારથી ચારે ખાણાના જીવો એટલે પ્રાણિ માત્રમાં ફેરફાર થતા જણાય છે. દાખલા તરીકે ગ્રીષ્મ
તુની સંક્રાંતિમાંથી સૂર્ય ચાલતા ચાલતા વર્ષાઋતુની સંક્રાંતિમાં પ્રવેશ કરે એટલે વર્ષારાતુ બેઠી એમ કહેવાય, પણ જયાં સુધી વર્ધાતુની એક સંકાંતિ એટલે વર્ષાઋતુને મધ્યકાળ ભેગવતાં સુધી સૂર્ય આવી પહોંચે નહિ, ત્યાં સુધી વર્ષાઋતુ પિતાના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રકટપણે દેખી શકાય નહિ. તે પ્રમાણે રાશિઓ અને તેથી ઉત્પન્ન થતી રતુઓ તથા અયનમાં જેમ જેમ સૂર્ય ફરતે જાય તેમ તેમ આખા વર્ષમાં ફેરફાર થતો જણાય છે.
હવે વિચાર કરવાનું એ રહ્યો કે, કુદરતને કાયદા પ્રમાણે મેષ સંક્રાંતિથી સૂર્ય નીકળી પાછે મેષ સંક્રાંતિમાં આવે અને પૃથ્વી પિતાને અક્ષાંશમાં ઉત્તરાયણ અને દક્ષિણાયન પ્રમાણે પાસું બદલે, એટલે પૃથ્વીને જે ભાગ સૂર્યનાં સીધાં કિરણમાં આવે ત્યાં પ્રખર તાપ પડે છે. આથી એમ સમજાય છે કે આખા વર્ષમાં એ એક પણ દિવસ નહિ જાય કે પૃથ્વીના કઈ કઈ ભાગમાં સૂર્યનાં કિરણ સીધા પડતાં નહિ હોય. જ્યાં સૂર્યના કિરણસિધાં પડતાં હોય ત્યાં ગ્રીષ્મઋતુ ગણાય, અને
જ્યાં સૂર્યનાં કિરણ અત્યંત તીરછાં પડતાં હોય ત્યાં શિશિર ઋતુ ગણાય. ગ્રીષ્મ અને શિશિરને સરખાવવામાં આવે તે તેના સ્વભાવમાં એકબીજાથી ઊલટો ફેરફાર જણાય. તેવી રીતે જેમ જેમ કાળનું વહન થતું જાય તેમ તેમ શીતમાંથી ગરમી અને ગરમી
For Private and Personal Use Only