________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
-
,
,
,
-
-
-
-
-
-
અર્થાત્ ઉપરનાં વચન પ્રમાણે જેનાં નેત્ર, મુખ, જિહવા અને હત દગ્ધ થયેલા છે, એટલે પાંચ પ્રકારના કમળથી ખરડાયેલા છે તે જેમ કાદવમાં ખરડાયેલા પગને કાદવથી દેવાને પ્રયત્ન નિષ્ફળ થાય છે, તેમ વિષયવાસનાથી ખરડાયેલા શરીરને સ્પર્શ થવાથી વિષયના સેવનની પરાકાષ્ટારૂપ કાદવમાં ખરડાઈને રોગરૂપ દુધની પીડામાં સડબડતા રેગીને નિરામય શી રીતે કરી શકશે? માટે વૈદ્યોએ વૈદકને ધંધો શરૂ કરતાં પહેલાં પોતાના હાથમાં અમૃત મેળવવાને ઉદ્યોગ કરે, અથવા જે વૈદ્યરાજોના હાથ અમૃતમય હેય તેમણે હંમેશાં ડરતા રહેવું કે રખેને અમારા હાથમાંનું અમૃત વિજાતીય દ્રવ્યના મળવાથી કદરૂપું અથવા વિરસ કે સડેલું બની જશે, જેથી અપયશની પ્રાપ્તિ થાય. આટલી સંભાળ રાખીને જે વૈદ્યો આ નિબંધમાં લખેલી પદ્ધતિ પ્રમાણે પિતાનું ઔષધાલય ચલાવશે તેમને કુદરત તરફથી યશ, કીતિ
અને ધનની ન્યૂનતા રહેશે નહિ, એટલોજ આશીર્વાદ આપી આ વિષયને પૂર્ણ કરીએ છીએ.
આ પંચભૂતાત્મક અને પરસાત્મક સૃષ્ટિની રચના જોતાં તેના પ્રકટકર્તા પરમકૃપાળુ પરમાત્માના જ્ઞાનને પાર પામવાને માટે મોટા મોટા મોટા મહર્ષિએ થાકી જાય છે તે પછી એ સુષ્ટિનું વર્ણન કરવાને અમારા જેવા છઘસ્થ જીને પ્રયત્ન શી રીતે
* પ્રાચીન ઋષિપ્રણીત ગ્રંથમાં પઋતુઓનું સ્પષ્ટીકરણ સૂત્રરૂપે કરવામાં આવેલું જોવામાં આવે છે અને તે ઋતુચર્યા તથા દિનચર્યાનું પ્રકરણ આ જમાનાને બંધબેસતું નથી આવતું, પણ તે રાજામહારાજાઓને બંધબેસતું દેખાય છે. એટલા માટે પ્રજાના
For Private and Personal Use Only