________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
થી મન વિડ્વળ થઇ તે સ્ત્રીને મેળવવાના વિચાર કરવામાં આવે. તેને વ્યભિચાર કહે છે. લાભ—જે વસ્તુ આપણી નથી અથવા જે વસ્તુ મેળવવાના આપણા હક નથી અથવા જે વસ્તુ મેળવવાની આપણામાં ચેાગ્યતા નથી તે વસ્તુ મેળવવાના વિચારથી સામા માણસના તાબામાંથી મેળવવાને જે ષડયંત્રની ગોઠવણ મતમાં કરવામાં આવે તેને લાભ કહે છે. એ રીતે પાંચ યમના પ્રભાવથી જે પ્રવાહ અંતઃકરણમાં વહેવા માંડે તેને ઊમિ અથવા લેસ્યા કહેવામાં આવે છે. હવે જો એ પાંચ મિના સમૂહ નાશ થાય તે છઠ્ઠી એકજ શુભ ઊમિ બાકી રહે. તેનુ સ્વરૂપ એવુ' તેજોમય છે કે આ ઠેકાણે અમે તે લખી શકતા નથી પરન્તુ એ છઠ્ઠી શુભ ઊર્મિ અથવા શુકલ લેસ્યાનું વર્ણન જાણવુ` હાય તેણે કિરા તાજુંન કાવ્યમાં અર્જુનના તપના પ્રભાવથી તેના મસ્તિષ્કમાંથી નીકળતા તેજના પ્રભાવથી જે વનમાં તે તપ કરતા હતા, તે વનમાં જે પ્રકાશ પડેલાનું વર્ણન કરેલું છે તે વાંચીને તેના સ્વરૂપના વિ ચાર કરી લેવા. અત્રે એટલું જણાવવાનુ` છે કે 'િસાની ઊર્મિના રંગ કાળા છે, અસત્યની ઊમિના રંગ નીલવણ છે, ચારીની મિના ર’ગ ભૂખરા કિરમજી છે, વ્યભિચારની મિ'ના ર'ગ ચિત્ર વિચિત્ર છે અને લાભની ઊર્મિના રંગ રાતા છે. એટલે આપણને સમજાશે કે જેવા જેવા વિચારનું સેત્રન કરવામાં આવે તેવા તેવા ર્ગના પરમાણુ શરીરમાંથી બહાર પડે છે. મનુષ્યના શરીરના ઇંડામાંથી જે પ્રવાહ વહે છે તે પ્રવાહ જેવી જેવી જાતના પંચ વિષય પૈકી જે જે વિષયના વિચાર કરવામાં આવે તેવી તેવી જાતના પ્રત્યેક અથવા મિશ્ર રગના પ્રવાહ બહાર નીકળતા રહે છે. અને તે પ્રવાહને ચેગી લાકા જોઇ શકે છે, અથવા જે પ્રાણીઓને કુદરત તરફથી દિવસે અને રાત્રીએ એકસરખું દેખાય એવી આંખ મળેલી હાય તેમને તે પ્રવાહના રંગ દેખાય છે.
For Private and Personal Use Only