________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ બેલા પરમાણુ શરીરની આસપાસ ઊડ્યા કરે છે. એટલે એવું સિદ્ધ કરવામાં આવ્યું કે શરીરમાં રહેલે આત્મા અંતઃકરણ દ્વારા પંચ વિષય સંબંધી જેવા જેવા વિચારનું સેવન કરે, તેવા તેવા વિચારના રંગથી રંગાઈને તેવા પરમાણુઓ બહાર છૂટા પડ તા જણાય છે. એટલા માટે કઈ પણ જાતને રંગ ચઢ્યા સિવા ચન પોતાના મૂળ ગુણવાળ પરમાણુઓને બહાર ફેંકવાની ક્રિયા જે માણસ કરી શકે છે, તેના એજસથી તે માણસ જ્યાં જાય છે ત્યાં આરોગ્ય, આનંદ અને શાંતિને જમાવ થાય છે.
મનુષ્ય શરીરમાં રહેલા સૂક્ષ્મ શરીરના ગુણધર્મને લીધે જે પરમાણુ છૂટા પડવાના હોય છે, તે તેના ગુણધર્મ પ્રમાણે શરીરના છેડામાંથી એટલે બે હાથ, બે પગ અને માથું એ પાંચ ઠેકાણેથી હંમેશાં પ્રવાહની પેઠે વહ્યા કરે છે. જો કે આ વાત અથવા આ વહનકાર્ય આપણા જાણવામાં કે જોવામાં આવતું નથી; પરંતુ સિદ્ધપદાર્થવિજ્ઞાનના નિયમ પ્રમાણે એ વાત સત્ય ઠરેલી છે. અને તેનું પ્રત્યક્ષ પ્રમાણ એવું છે કે, એક માણસના કપાળની ભમ્મરની વચમાં બે ઈંચ છેટેથી આપણી આંગળી ધરીએ તે થોડા સમયમાં આપણી આંગળીમાંથી નીકળતે પરમાણુને પ્રવાહ સામા માણસના કપાળમાં પ્રવેશ થવાથી અથવા અથડાવાથી અથવા તેને સ્પર્શ થવાથી તેનું કપાળ ખેંચાવા અથવા દુખવા માંડે છે. એ ઉપરથી સાબિત થાય છે કે, માણસના હાથ, પગ અને માથામાંથી અંતઃકરણના વિચાર પ્રમાણે પરમાણુઓ છૂટા પડી તે માણસની આસપાસ ફર્યા કરે છે અને આખરે આકાશમાં વિલીન થઈ જાય છે, અથવા અંતઃકરણ જ્યાં મેકલે ત્યાં જઈ. ને એકઠા થઈ તેની શુભ અથવા અશુભ અસર નિપજાવે છે. જે કે સિદ્ધપદાર્થવિજ્ઞાનશાસ્ત્રને અભ્યાસ હાલમાં “સાયન્સના અંગ્રેજી નામથી શીખવવામાં આવે છે, પરંતુ વેદાન્તદર્શનમાં
For Private and Personal Use Only