________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીયષપાણિ
૨૨૫
વીર્ય, મજજા, અસ્થિ, મેદ, માંસ, રક્ત અને રસરૂપ ધાતુઓ અને મૂળ પ્રકૃતિના પરમાણુઓ સ્વભાવને પામી, જેવા જેવા રૂપમાં ગેહવાય છે તેવાં તેવાં તેનાં સપ્તધાતુરૂપ સત નામ પાડવામાં આવે છે. અને પરમાણુના આકર્ષણ તથા પ્રકર્ષણ ધર્મને લીધે ચૈતન્યની સત્તાવાળા સૂક્ષ્મ શરીરની સત્તા, સ્થલ શરીર ઉપર જામેલી કાયમ રહે છે. અર્થાત્ સૂમ શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયની અને પાંચ કર્મેન્દ્રિયની એવી ગોઠવણ કરે છે. અને તે ગોઠવણ કરતાં પિતાના સ્વભાવથી અથવા કહે કે પ્રભાવથી, માતાના પસાભક આહારમાં પરમાણુઓને છૂટા પાડી દેશે. ઈન્દ્રિયમાં પિતાને અનુકૂળ પડતા પરમાણુની એવી ગોઠવણ કરે છે કે, તેવી ગોઠવણ કરવાને કઈ પણ સિદ્ધપદાર્થવિજ્ઞાનશાસ્ત્રી તેમ કરી શકે નહિ અથવા તેનું પૃથક્કરણ કરી સમજાવી શકે નહિ. દાખલા તરીકે શરીરના કોઈ પણ ભાગને તપાસીશુ તો દરેક ઠેકાણે લેહમાંસાદિ સપ્તધાતુને સમૂડ દીઠામાં આવશે; પરન્તુ આકાશતત્વને શબ્દગુણ હોવા છતાં, નાકમાં કે મુખમાં રહેલું આકાશ, શબ્દને સાંભળી શકતું નથી. તેમ નાકને ગંધગુણ કાન જાણી શકતે નથી. મુખથી જોવાતું નથી અને આંખથી બેલાતું નથી. એ પરમાણુઓની ઘટના માત્ર સૂક્ષ્મ શરીરમાં રહેલી તન્માત્રાઓજ ગોઠવી શકે છે અને તેના ગુપ્ત રહસ્યને વેગીઓ કે સિદ્ધોજ માત્ર જાણી શકે છે, છતાં પણ તેઓ વાણી દ્વારા સમજાવી શકતા નથી.
ઉપરની અટપટી અને જટિલ રચનાનું ફળ તે આ જગતમાં દશ્યમાન થતાં પ્રાણીમાત્રના શરીરની રચનાનું અવેલેકન કરતાં પ્રત્યક્ષ દેખાય છે. અને જ્યારે ગર્ભમાંથી બાળકરૂપે પ્રાણીને પ્રસવ થાય છે, તે પછી તે બાળક પિતાના કર્મપ્રબંધથી રચાયલા સ્થલ શરીરને અનુકૂળ પિતાના વાસનાલિંગ દ્વારા ષડરસનું પાન કરીને પિતાની ઈન્દ્રિયેને પિષે છે. પરંતુ પરમાણુના મુખ્ય આ. ૮
For Private and Personal Use Only