________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- - - -
-
-
ઊધડ ઠરાવી સારું કરવાની શરત કરવી નહિ. કારણ કે, રોગ એ રેગીના પાપનું ફળ છે. તે પાપ કેટલું છે તે આપણે જાણતા નથી. માટે આપણે તે એટલું જ કહી શકીએ કે, પૈસા ખરચવા અને વિશ્વાસ રાખે એ રેગીનું કામ છે, રેગ પારખ અને દવા આપવી એ વૈદ્યોનું કામ છે અને સારું કરવું એ રોગીનાં પાપ પૂરાં થયા પછી પરમેશ્વરનું કામ છે. કેઈ પણ સંજોગમાં દરદની કિંમત ઠરાવી રૂપિયા ઉઘડ ઠરાવવા નહિ.
૪. કઈ પણ સંજોગમાં કોઈ પણ દદી પાસે તે દદી પિતાની ખુશીથી આપવા તૈયાર થાય તે કોઈ પણ જાતનું ઈનામ લેવું નહિ.
ઉપર પ્રમાણેના ચાર નિયમ પાળી, તેની ઉપર લખેલા પાંચ દેષને ટાળી, જે વૈદ્ય પિતાને ધંધે ચલાવશે, તેના હાથમાં
અમૃતને કુંભ” ભરેલે કાયમ રહેશે. અને તેના વડે ભયંકરમાં ભયંકર દરેદે સારાં થઈધન, યશ, કીતિ અને પુણ્યને લાભ થશે. હવે વૈદ્યના હાથમાં શુદ્ધ અમૃત શી રીતે આવી શકે છે અને અમૃત હોય તેમાં વિષ શી રીતે મળી જાય છે, તે વિષય તરફ અમારા વૈદ્યરાજોનું ધ્યાન ખેંચવામાં આવે છે.
કુંદરતના નિયમને જાણવા માટે પ્રાચીનકાળના અને અર્વાચીન કાળના વિદ્વાનોએ સિદ્ધ પદાર્થવિજ્ઞાન નામના શાસ્ત્રની રચના કરેલી છે. જ્યાં સુધી સિદ્ધપદાર્થવિજ્ઞાનનાં મૂળ તો જાણવામાં નહિ આવે ત્યાં સુધી કુદરતનાં ગુપ્ત રહસ્ય સમજવામાં નહિ આવે. તે કુદરતનાં ગુપ્ત રહસ્યને જાણનારાઓ કે નહિ જાણનારાએને પિતાની મરજી માફક આડે રસ્તે દોરવી જઈ તેના અંત - કરણમાં ભય ઉત્પન્ન કરી, તેને પિતાના ચમત્કાર બતાવી, પિતાને સ્વાર્થ-સાધી લે છે, અને તે સ્વાર્થી લેકેના પંજામાં સપડાયાથી થયેલી વહેમી પ્રજા વિવિધ પ્રકારના ચમત્કારને માની, અજ્ઞાનદશામાં મહુવશ થયેલી વર્તમાનકાળમાં જોવામાં આવે છે. સિદ્ધ
For Private and Personal Use Only