________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે માં આવે છે, જેથી આખરે હંસ અને બગલે જુદા પડી જાય છે. પણ તેમ નહિ કરતાં, ઢબછબ અને આડંબર દેશી રાખી, અંગ્રેજી રીતનું અનુકરણ કરવામાં આવે તો દુનિયામાં યશ અને કીતિ મેળવી શકાય છે. એટલા માટે તમામ વૈદ્યરાજોને કે જેઓ ઉપર બતાવેલાં પાંચ કારણેના અભ્યાસી હોય તેઓએ પોતાના વિચાર સુધારી, નીચેના નિયમ પ્રમાણે પિતાના દવાખાનાની પદ્ધતિ રાખવી. જેથી વૈદ્યરાજેના હાથમાં અમૃત એકઠું થશે અને કીર્તિ મેળવી રેગોને સારા કરવામાં ફતેહમંદ થવાશે. તે નિયમે નીચે લખ્યા પ્રમાણે આગ્રહથી પાળવા જોઈએ –
૧. દરેક વિવે પિતાને અપૂર્ણ માની વિદ્યાર્થી–અવસ્થામાં રહી, નવા નવા ગ્રંથમાંથી નવા નવા ઉપાયે શોધી કાઢી તેને અજમાવતા રહેવું. અને નવા નવા વૈદ્યોની સાથે પરિચય કરી, તેમની પાસે અનુભવસિદ્ધ ઔષધી હોય તે વિદ્યાર્થભાવથી મેળવવી, તેવી જ રીતે પિતાની પાસે જે અનુભવેલી વસ્તુ હોય તે બીજા વૈદ્યને બતાવવાને સદા તત્પર રહેવું.
૨. તમામ જાતનાં ઔષધો પિતાના પૈસાથી પિતાની જાતે બનાવી, પિતાના દદી’ને દરરોજની અમુક ફી લઈ એટલે તમામ દદી પાસે એક સરખી ફી લઈ દવા આપવી. પરંતુ કેઈ પણ દદી. ને માટે તેના પિસા લઈ ખાસ દવા બનાવવી નહિ. કારણ કે દરના જેટલા પૈસા લઈને દવા બનાવીએ તેટલી દવા તે. દદીને કામમાં આવતી નથી, અને તેમાં નિષ્ફળ જઈએ તે બીજી વાર બીજી દવા બનાવવાના પૈસા દદી આપતું નથી. એટલા માટે નિયમિત ફી રાખી આપણા ઘરની દવા આપીએ તે તે દદી આપણા ઉપર વિશ્વાસ રાખી આપણું દવાથી સારો થઈ, ઠામઠામ આપણા ગુણ ગાય છે.
૩. ગમે તેટલા અથવા હદ કરતાં વધારે રૂપિયા મળવાને સંભવ હોય તે પણ કઈ પણ સંગમાં કઈ પણ દદીના રોગને
For Private and Personal Use Only