________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ શ્રીઆયુર્વેદ નિબંધમાળા કે બહારની, આપણી પ્રજાના હિતચિંતક ડોશીઓ, આપણું ગૃહિણીને સૂચના આપતી રહે છે કે, “જે તું તારા પતિની સબત જેટલી વધારે કરશે તેટલું તારા બાળકનું તાળવું પિચુ થઈ જશે.” વિદ્યાથી રહિત પણ અનુભવી ડોશીએ, એટલુંજ કહીને અટકે છે, પરંતુ આપણે ઊંડા ઊતરી વિચાર કરીએ છીએ, તે આપણાં ધર્મશાસ્ત્રો અને પશ્ચિમના વિદ્વાનોએ તેને સુધારીને પ્રગટ કરેલાં
મસ્તિષ્કશાસ્ત્ર” આ બાબતથી થતી હાનિને ખ્યાલ પૂરેપૂરે આપે છે. માનવશાસ્ત્રમાં માથાની વિદ્યાનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે અને આખા માથામાં મગજમાં રહેલી જુદી જુદી ૪૩ માંસપેશીઓ, જુદા જુદા ગુણ ધરાવે છે, જે ગુણવડે મનુષ્ય સાંસારિક અને પારલૌકિક અર્થને સાધે છે તેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, આપણાં શાસ્ત્રોમાં દશમું દ્વાર જેને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે અને જ્યાં ચંદનપુષ્પ ચઢાવવામાં આવે છે, તે સ્થળને તાળવું કહે છે. તે સ્થળ અથવા તેની આસપાસના માથાની શિખાની હદ સુધીના ઊપસેલા મગજમાં, મનુષ્યને ઉપકાર કરનારા અને જગતને ઉદ્ધાર કરનારા વિચારોનાં સ્થાન આવેલાં છે. એટલે દયા, ક્ષમા, તિતિક્ષા, પરોપકાર, વિદ્યા, યાદદાસ્ત, ઉદારતા, સમતા, પરગજુપણું, શીલ, શાંતિ અને પરદુઃખભંજનપણની માંસપેશીઓ ગોઠવાયેલી છે; અને કાનની આસપાસ આંખના છેડા સુધી, એનાથી ઊલટી એટલે હિંસા, ચેરી, વ્યભિચાર, એકલપેટાપણું, ઈર્ષા,મિત્રદ્રોહ, રાજદ્રોહ કૃતઘી પણું વગેરે જેને આપણે દુગુણમાં ગણીએ છીએ તેની પેશીઓ ગોઠવાયેલી છે, તે આજકાલના પશ્ચિમના મેલજી (મસ્તિષ્કશાસ્ત્ર) જાણનારા માણસનું માથું તપાસીને તેમાં ક્યા ક્યા ગુણે છે તેનું વર્ણન કરી બતાવે છે, અને તે વર્ણન કરનાર જેટલે ઊંડે ઊતરેલે અનુભવી હોય, તેટલું તેનું કથન સત્ય પડે છે.
For Private and Personal Use Only