________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રોગાની ચિકિત્સા ૧૮૩
બાળકને પેશાબ ઘણી વારે થતું હોય, પેશાબ કરતાં રડતા હોય તા ગળેનું સત્ત્વ અર્ધા વાલ સુધી દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવું અથવા દૂધમાં કે પાણીમાં મેળવીને પાયું. જો આળકને મૂત્ર ટપક્યા કરતું હેાય તે એલચી ન'ગ એક છેડાં સાથે પાણી સૂકી ઝીણી વાટી દિવસમાં ત્રણ વખત પાવી, જેથી પેશાબ ટપકતા બંધ થઈ જાય છે. જો બાળકની નસકારી ફૂટતી હાય એટલે નાકથી લેાહી પડતું હોય, તે દાડમના ફૂલને રસ નાકમાં મૂકવા. જો બાળકના કાનમાં ચસકા મારતા હાય તો એકએ ટીપાં સરસિયા તેલનાં મૂકવાથી ચસકા મટે છે. પણ જો પરુ વહેતું હાય તા કાગળની ભૂંગળી બનાવી સમુદ્રીનું ચૂર્ણ અથવા ફુલાવેલી ફટકડીનું ચૂર્ણ, અથવા અબિલ ફૂંકવાથી કાન પાકતા મટી જાય છે. અથવા આવળનાં ફૂલને છાંચે સૂકવી તેનું બારીક ચૂર્ણ કરી, સળી ઉપર રૂ લપેટી તેનાથી પરુ લૂછી કાઢી તેમાં તે ફૂલના ભૂકા ફૂંકવાથી આરામ થાય છે. જો કાનમાં નાસુર પડી ગયું હોય અને પરુ વહ્યા કરતું હોય, તે વડનાં પાક પાન, કર જનાં પાન, ગૂઢીનાં પાન અને કાળિયાં સરસનાં પાન ભેગાં વાટીને તેની વડી બનાવી તેલમાં તળી કાઢી, તે તેલને ગાળી શીશીમાં ભરી મૂકવું. એ તેલ કાનમાં મૂકવાથી, કાન રુઝાઇ જાય છે. જે માળકને અછમડા થયા હાય એટલે હાથના કાંડાંથી હથેલીના પાછલા ભાગ, પગના કાંડાંથી પગની પાટલી સુધી મગના દાણા જેવડા, રાતી ભેાંયવાળા સખ્યાબંધ ફોલ્લા થાય છે અને એ મટે છે, ચાર સુકાય છે અને આઠ નવા નીકળે છે. એવું જો થયું હાય તે, તેના ઉપાય રવિવાર, મગળવાર કે ગુરુવારને દિવસે એક ડાળી પીપળાની, કે જેના ઉપર સાત પાંદડા હેાય તે મંગાવી, તેના દરેક પાંદડા ઉપર નીચેને લૈક લખવાઃ—
समुद्रस्य परे पारे लंकानाम महापुरीम् । वायुना पुत्र गच्छति यत्र राजा विभीषणः ॥
For Private and Personal Use Only