________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો મનન કરવાથી તથા નિદિધ્યાસ રાખવાથી આપ આ જગતમાં રેગના સમૂહને પાછા હઠાવી રેગીને નિરામય બનાવી, કીર્તિવંત થઈ, આયુર્વેદના શુદ્ધ સિદ્ધાંતોના હેતુને તથા ગાંભીર્યને ઉજજવળ કરશે. એ સિવાય અમારે બીજો કોઈ પ્રકારને હેતુ નથી. આયુવેદમાં રેગીને આરોગ્ય આપવા માટે વિના ચાર પાયા અને એકેક પાયાની ચાર ચાર કળા મળી, સોળે કળાની સંપૂર્ણ ચિકિત્સા કરવામાં આવે; અથવા સોળે કળાને એગ એન્ન થાય તે એક વાર અસાધ્ય અને આમરણાન્ત રોગી પણ સાધ્ય અને નીરોગી થઈ શકે છે. તે પ્રમાણે ચિકિત્સાના ચાર પાયા પિકી વૈદ્ય એ પ્રથમ પામે છે. અને એટલા માટે વૃદ્ધત્રયી અને લઘુ ત્રયીનાં આયુર્વેદ પ્રણિત પુસ્તકમાં વૈદ્યનાં લક્ષણ કેવાં જોઈએ, તેનું યથાર્થ વર્ણન ભાર મૂકીને કરવામાં આવ્યું છે. પરંતુ વર્તન માનકાળના વૈદ્યનાં લક્ષણ પૈકી કેટલાં લક્ષણ તેણે પ્રાપ્ત કરેલાં છે, તેની પરીક્ષા કરવાનું સાધન નહિ હોવાથી દરેક વૈદ્યરાજોને અમે વિનંતિ કરીએ છીએ કે, પોતાના અભાવને ત્યાગ કરી પિતે પિતાની પરીક્ષા કરી લેવી કે, અમારા ઘારવા પ્રમાણે અને વૈદ્યજીવનના લખવા પ્રમાણે ગુરુ પાસે વિદ્યા ભણેલે, જેના હાથમાં અમૃત હોય એવે, ક્રિયામાં કુશળ, પૃડા વિનાને એટલે લેભ વિનાને, કૃપાળુ અને શૈર્યવાન, એટલા ગુણે જેનામાં ઉત્પન્ન થયા હોય તેજ સવૈદ્ય ગણાય છે. એટલા માટે આ બધા ગુણે પૈકી “પીયૂષપાણિ” એટલે જેના હાથમાં અમૃત છે તેજ વૈદ્ય રોગીને સારા કરી શકે છે. માટે જેના હાથમાં અમૃત નથી તે વૈદે પોતાના હાથમાં અમૃત લાવવું જોઈએ. તે અમૃત લાવવા વૈદે લેભરહિત, ધીરજવાન અને કૃપાળુ બુદ્ધિવાળા થવાની જરૂર છે. - વર્તમાનકાળમાં આયુર્વેદ ઉપર તથા આયુર્વેદના અભ્યાસી વૈદ્યરાજે ઉપર પશ્ચિમના ચિકિત્સાશાએ એ પ્રભાવ બતાવ્યો
For Private and Personal Use Only