________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીયૂષપાણિ
૨૧૭
છે કે, જેમ તેજસ્ત્રી પુરુષની સમીપમાં જતાં દીન-હીન પુરુષને પ્લાનિ ઉત્પન્ન થાય છે અને તેને એજસવાન તેજવી પુરુષ જે વાત કહે તે સત્ય માની ગ્રહણ કરવી પડે છે, તેમ પશ્ચિમની વિ ઘામાં એટલું અધુ' એજસ જોવામાં આવે છે કે, મેટા મેટા આયુવેદાચાય પણ તેના એજસમાં દબાઇને તેની ચિકિત્સાને માન્ય કરતા જણાય છે. જો કે હાલમાં કેટલાક આયુર્વેદાભિજ્ઞ પડિતા તેના એજસમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તેટલું એજસ પેાતાનામાં નહિ હોવાથી ઘણી વાતમાં દુખાવું પડે છે. જ્યારે આયુર્વેદના જ્ઞાતા પડિતની આવી દશા છે તા પછી થાડુ ઘણુ જાણીને રાજવૈદ્ય કે વૈદરાજ નામ ધરાવનારા વેદ્યાને પાછા હઠવુ પડે એમાં કાંઇ આશ્ચય જેવુ નથી. એટલા માટે અમારે કહેવું પડે છે. કે, વદ્યોએ પ્રભાવશાળી વૈદ્ય થવા માટે પેાતાના એજસને વધારવા સારું પ્રયત્નવાન થવાની જરૂર છે.
આપણા દેશમાં આજકાલ વૈદ્યોને ધંધા પાછા હડતા જાય છે અને છેલ્લે એવી કહેવત સુધીની અમારી અવસ્થા થયેલી છે કે, “ન આવડે ભીખ, તા થૈરું શીખ” આવા ઉપનામને લાયક અમે થતા જઈએ છીએ અને થયા છીએ. તેમાંથી બહાર નીકળી એ કલંકને ભૂંસી નાખી, “ વૈદ્યો નાચળો : ” એ કહેવત સુધી પહોંચવાની વૈદકના ધધે! કરનારા દરેક વૈદ્યની ફરજ છે. પણ જ્યાં સુધી મનુષ્ય પોતે પોતાની ભૂલને સમજે નહિ, પણ પાતે જે કરે છે તે વાજબી કરે છે અથવા તેમ કરવાને પેાતાના હક કે અધિકાર છે એમ માને છે, ત્યાં સુધી તેને સુધરવાની આ રાખી શકાતી નથી. એટલા માટે અમારા વિચાર તથા અનુભવ પ્રમાણે દરેક વૈદ્યરાજે પેાતાની ચાલતી રૂઢિમાં ફેર ફાર કરી, પેાતાના હાથમાં અમૃતના કુંભ કેમ ઉત્પન્ન થાય તેની પ્રક્રિયા જાણી, તે મેળવવાને પ્રયત્નવાન થવાની ખાસ જરૂર છે.
For Private and Personal Use Only