________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૮૧ ઠંડું પડવા દેવું. તે ઠંડું પડ્યા પછી તેમાં થોડું થોડું મીઠું પાણી ઉમેરતા જવું અને ફીણતા જવું. જેમ જેમ ફીણતા જઈએ, તેમ તેમ તે રાળ અને તેલ ફૂલતું જશે અને માખણ જે રંગ તથા આકાર પકડતું જશે. જ્યારે ભેંસના માખણ જેટલી કઠણાશ તથા સફેદી આવે, ત્યારે એ મલમ તૈયાર થયે એમ જાણવું. એ મલમ તૈયાર થયા પછી તેને એક કાચના પાત્રમાં રાખી, તેના ઉપર પાણી રેડી મૂકવું. જ્યાં સુધી તે પાણીમાં ડૂબેલો રહેશે ત્યાં સુધી તે બગડશે નહિ. થોડે થોડે દિવસે તે પાણી બદલતાં જવું. જે પાણી બદલશે નહિ તે તે પાણી કાળું પડી જશે અને મલમમાં ઉપર પેપડો વળશે. પણ જે પાણી બિલકુલ નાખવામાં નહિ આવે, તે વાતાવરણની ગરમીથી જેમ જેમ પાણી સુકાતું જશે, તેમ તેમ મલમ ચીકણું થતું જશે. એટલે ચેપડવાના કામમાં આવશે નહિ પણ ફેંકી દેવું પડશે. માટે એ મલમને પાણીમાં જ રાખી મૂકે. એ મલમ ચોપડવાથી આગ, ચાંદાં, સડતા ફેલા અને દાઝેલા ઉપર ઘણેજ ફાયદો થાય છે, એ અમારો અનુભવ છે.
મેટા માણસની માફક નાનાં બાળકો બેલીને પિતાને થતાં દુઃખની હકીકત કહી શકતાં નથી, તેથી ઘણી વખતે માતપિતા તથા વૈદ્યો તેની ચિકિત્સામાં ભૂલ કરે છે. તેટલા માટે નીચે પ્રમાશેની સંજ્ઞાઓ ધ્યાનમાં રાખી હોય તે, રોગને પારખવામાં ઘણી સહાયભૂત થઈ શકે છે. બાળકના રડવા ઉપર તેને ઓછી કે વધતી પીડા થાય છે તે સમજાય છે. તે બાળક વારંવાર જે ઠેકાણે હાથ અડકાડે છે અને જે ઠેકાણે આપણે હાથ અડકાડતાં વધારે રહે છે અથવા સમજણું હોય તે આપણે હાથ ખસેડી નાખે છે, તે ઠે. કાણે કઈ પણ જાતનું દુઃખ છે એમ સમજવું. જે બાળક આંખ મીંચીને રડતું હોય છે, તેનું માથું દુખે છે એમ જાણવું. ઝાડાનું બંધ થવું, એકારીનું આવવું, માતાના સ્તનને કરડવું, પેટમાં ગડ
For Private and Personal Use Only