________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
શ્રીઆર્યુવેદ નિબંધમાળા
રબરના ફુક્કો (યંત્ર) આવે છે, તે વડે સહેલાઇથી દૂધ ખેંચી લેવાય છે; તે પછી બાળકને ધવડાવવામાં આવે તેથી બાળકને કોઈ પણ પ્રકારના રોગ થતા નથી; કારણ કે દૂધને વહેવાવાળી નસેા અગડી હાય તેા, ડી'ટડીમાંથી દૂધ આવતું હાય તા ધાવવાને હરકત નથી.
કેટલીક વાર નાના બાળકને સખત તાવ આવે છે અને તે તાવ આવવાનું કારણ જેમ મેટા માણસને મિથ્યા આહાર અને મિથ્યાવિહાર કરીને આમાશયમાં રહેલા જે દોષ, તે રસને અનુગામી થઇને કાઠામાં આવવાથી, શરીર તપે છે તેને તાવ કહે છે; તેમ બાળકને માતાના મિથ્યા આહાર અને વિહારે કરીને તાવ આવે છે. મેટા માણસને જેટલા પ્રકારના તાવ આવે છે તેટલા પ્રકારના તાવ, નાના બાળકને પણ આવે છે, પણ જેટલા પ્રકારના ઔષધે।પચાર મેટા માણસને કરવામાં આવે છે, તેટલા પ્રકારના ઔષધેાચાર નાના બાળકને કરી શકાતા નથી. જેમ મેડા માણુસને લ’ઘન કરાવવાની જરૂર છે, તેમ બાળકને પણ લધનની જરૂર છે. પરંતુ બાળકને દૂધ આપવાનું બંધ નહિ કરતાં, તેની માતાના ગુન્ન અને વિદાહી આહાર બંધ કરવાથી બાળકને લધન થઈ શકે છે. જો એક માસની અંદરનું બાળક હેાય અને તેને તાવ આવતા હાય, તે તેની માતાને એસડ ખવડાવવાથી, તે બાળકના તાવ જાય છે. પણ ત્રણ માસ ઉપરનું બાળક થાય અને તેને તાવ આવે, તા તે બાળકને ઓસડ આપવાની જરૂર છે અને તેની માતાને પથ્ય પળાવવાની જરૂર છે. માટે શરદઋતુ ઊતર્યો પછી, હેમંતઋતુના અરસામાં જુવાર, બાજરી કે કપાસના ખેતરમાં “ કડવી નાઈ” ને નામે આળખાતા એક છેડઊગે છે. તે છે।ડ નવ આંગળ ઊંચા, લાંબાં અને સાંકડાં પાતરાંવાળા, પીળાં, ભૂરાં અને ધોળાં ફૂલવાળા, સ્વાદમાં બહુજ કડવા થાય છે. તેને ઉખેડી લાવી, છાંયામાં સૂકવી, સુકાયા પછી જેટલું વજન
(6
For Private and Personal Use Only