________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
શ્રી આયુર્વેદ નિબંધમાળે
ભલામણ કરીએ છીએ કે, જેમ બને તેમ શીતળાને માટેના વહેમો ઓછા કરી, શીતળાને માટે પૂજનવિધિ માટે ઠરાવેલાં દ્રવ્ય ભલે શીતળાને ચડાવી આવે, પણ ખરી રીતે શીતળાથી પીડાતા અને શીતળાની ગરમી જે બાળકના શરીરમાં અવશેષ રહી ગયેલી હોય તે બાળકને, તે પૂજાપામાં આવતાં વસાણાં તથા વસ્તુઓ પાવાથી ઘણો જ ફાયદો થશે અને તેથી વધારે ફાયદો મેળવ હેય તે સરકારે એક વાર શીતળા કઢાવ્યા પછી પાંચ વર્ષે, દશ વર્ષે કે પંદર વર્ષે ફરીથી શીતળા કાઢવાનું કામ આરંભ્ય છે તેનો લાભ લઈ, પોતાના બાળકને ફરીથી શીતળા કઢાવવા તત્પર રહેવું, એવી અમારી ખાસ વિજ્ઞાપના છે. કારણ કે શીતળા કઢાવવાથી માતપિતાના રજવયથી ઉત્પન્ન થયેલી ગરમી નાશ પામે છે. એટલું જ નહિ પણ ફરીથી શીતળા કઢાવવામાં આવે, તે અમારા વિચાર પ્રમાણે, બાળકના શરીર ઉપર ચામડીનાં થતાં તમામ દર્દીને નાશ થાય છે એટલા માટે ફરીથી સૂચના કરીએ
*આ રેગ ચેપી છે તેથી ઘરનાં માણસોએ દદી થી અળગા રહેવું, એટલે કે જરૂર સિવાય વધારે માણસોએ દર્દીના સંબંધમાં આવવું નહિ. શીતળા, ઓરી, અછબડા અને મોટા બળિયા વગેરે દર્દીને પડદામાં રાખવામાં આવે છે, તેમ બીન માણસોને છાંય બંધ કરવામાં આવે છે, તે રિવાજ ઘણોજ ઉત્તમ છે. આ પ્રમાણે આ રોગ ચેપી હોવાથી દર્દીની સૂવાની જગા સ્વચ્છ રાખવી, સ્વચ્છ પવન આવવા દે. અગરબત્તી, સુગંધી ધૂપ સળગાવવાં. શીતળા ઓરી, અછબડા અને બળિયા એ માતાનાં દર્દો છે એમ લેકેનું માનવું છે, અને માતાજી મટાડશે એમ કહે છે. પણ નીચેના ઉપાયો માતાજીની આજ્ઞા સમજીને કરવા આવશ્યક છે.
અનુભવી ઉપાય:- શીતળાના સાધારણ હુમલામાં બહુ ચિંતા રાખવાનું કારણ નથી અને કોઈ પણ ઉપાયુ વગર સારું થઈ જાય છે; પણ સખ્ત હુમલાથી બાળકે અને મેટી ઉંમરનાં
For Private and Personal Use Only